________________
૫૦
કુમારપાળ ચન્દ્રિ આ દુનિયામાં વડવાનલ સરખા કેવલ ઉંદરભરિ કેણુ નથી !, પણ મેઘની માફક પોપકારની બુદ્ધિવાળા તે કઈક જ હોય છે.
વળી જે દીન બની બીજાની યાચના કરે અને જે શક્તિમાન છતાં અન્યનું રક્ષણ કરતું નથી, તેવા પુરૂષને જનનીઓ ઉત્પન્ન કરે ન જોઈએ. કારણ કે તેવાઓને જન્મ આપવાથી પિતાનું યૌવન વૃથા ગુમાવે છે.
હે દેવ! મારી વિનંતિ એ છે કે, આપની સહાય મેળવી નસિંહરાજા બહુ બળવાન થયે, મને જીતીને મારું સર્વસ્વ પિતાને તાબે કરી તેણે દૈગંબરી દીક્ષામાં મને લાવી મૂકે છે.
ભૂપતે ! મને આવે ત્રાસ આપે, તે આપને ઉચિત નથી, કારણ કે ચંદ્રની માફક સંત પુરૂષે બંને પક્ષમાં સમાન ભાવે વર્તે છે.
જડત્વને લીધે ચંદ્ર કમળમાંથી લક્ષ્મીને અપહાર કરી કુમુદ વનને શોભાવે છે,
પરંતુ હે રાજન ! આપ તે વિદ્વાન છે, છતાં મારી સંપત્તિને અપહાર કરી નૃસિંહરાજાને તે કેમ અર્પણ કરી?
એટલા જ માટે હે નરેદ્ર! રેગી માણસ વિદ્યને જેમ આશ્રય લે, તેમ હું આપની પાસે આવ્યો છું, હવે જલદી કૃપા કરે, જેથી હું સુખી થાઉં.
એ પ્રમાણે ઘનવાહનનું વચન સાંભળી અભયંકર શરમાઈ ગયે અને તેણે ઘનવાહનને કહ્યું
મારી મોટી ભૂલ થઈ છે, એ કાર્યમાં મારે ન પડવું જોઈએ. મેં જે તારે અપકાર કર્યો છે, તેની હું ક્ષમા માગું છું.
હે બુદ્ધિમન્ ! આ સંબંધી તારે મનમાં બેટું લગાડવું નહીં, આ લૌકિક સમૃદ્ધિ માટે મુઝાઈશ નહીં, ક્ષણ માત્રમાં હું તને સુરેન્દ્ર સમાન લહમીવાળે કરીશ.
એમ કહી તે અભયંકર રાજા ઉદાર ચિત્તથી તેજ વખતે પિતાના બંધુની માફક ઘનવાહનને પિતાની રાજ્યગાદીએ બેસારે છે, તેટલામાં તેને મંત્રી બોલી ઉઠે.