________________
વનવાહન રાજા
૪૯
૨૨
—
હવે શત્રુના હિતમાં પિતાનું સર્વસ્વ જવાથી ઘનવાહન રાજા શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની માફક હૃદયમાં અતિશય પીડા પામતે વિચાર કરવા લાગે,
અહે! હું સ્વપ્નમાં પણ જાણતું નહતું કે, આ નૃસિંહરાજા પરાક્રમી બની મારી રાય લક્ષમી લઈ લેશે, અથવા
આ બાબતમાં એને કઈ પણ દોષ નથી, કારણ કે એને તે પિતાની સિદ્ધિ માટે ઉપાય કરે જોઈએ, પરંતુ દેષ માત્ર મારે
જ્યારે મેં એનું પ્રથમ રાજ્ય લીધું, ત્યારે તે ઉદ્ધત બની મારા સામે થયે, નહીં તો એને આ કાર્ય કરવાની જરૂર પડત નહીં,
ખરેખર અસંતોષ એ નાશરૂપ વૃક્ષનું મોટું મૂળ છે, કારણ કે પરરાજ્ય ભોગવવાની ઈચ્છાથી પિતાનું રાજ્ય પણ હું ગુમાવી બેઠે.
વળી વિવેકી પુરૂએ પોતે મેળવેલી લમીથી તૃપ્ત થવું જોઈએ, અન્યની લક્ષમી ઉપર તૃષ્ણ રાખવી નહીં,
પારકી સંપત્તિની પૃહા રાખનાર લોભી માણસ મારી માફક પિતાની સંપત્તિથી પણ વિમુખ થાય છે.
હવે હું શું કરું? કયાં જાઉં? કેનું સ્મરણ કરૂં? અને કેને આશ્રય લે ?
હાથમાંથી ગયેલા રત્નની માફક ફરીથી મારું સ્થાન મને કયાંથી મળે? એમ વિચાર કરતાં તેણે જાણ્યું કે જેની સહાયથી આ નૃસિંહરાજાએ મને જ છે, તે જ અભયંકર રાજાની પાસે હું પણ જાઉં, ઘનવાહનરાજા
એમ ધારી ઘનવાહન રાજા પુંડરીકિશું નગરીમાં ગયો અને અભયંકર રાજાને પ્રણામ કરી તે બોલ્ય. શેષનાગ, કૂર્મ વિગેરે પૃથ્વીને ધારણ કરે છે એમ રૂઢિ માત્રથી કહેવાય છે, પરંતુ
આ પૃથ્વીના ખરા ઉદ્ધારક અને ઉપકારી તો આપ એક જ છે,