________________
કુમારપાળ ચરિત્ર અહો ! આ દુનિયામાં મનુષ્યને અખંડિત એક ભાગ્યે જ ખરેખર ઈચ્છિત વસ્તુ આપી શકે છે.”
જે ભાગ્યથી દુર્લભ એવું પણ વસ્તુ હસ્ત ગોચર થાય છે. ચગીની પાસમાં રહેલા કુમારને તત્કાલ વિદ્યાસિદ્ધ થવાથી બહુ આનંદ થયે.
પછી ગીએ તરત જ તેને વ્યંતરે પાસે પિતાના સ્થાનમાં પહોંચાડી દીધે. ક્ષેમકરરાજા
ત્યારબાદ તેના પિતા ક્ષેમકર રાજાએ પણ પોતાના પુત્રને આવેલો જોઈ નવીન જમેલાની માફક જાણ મોટો ઉત્સવ કરાવ્યું. અને તે બોલ્યો,
હે પુત્ર! આ રાજ્યને અધિકાર હવે તને સેંપવામાં આવે છે. કારણ કે કુલમાં ધુરંધર પુત્ર થયે છતે આપણુ વંશને ગૃહસ્થાશ્રમમાં રહેવું તે ઉચિત ગણાતું નથી, અર્થાત વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરવી લાયક છે.
એ પ્રમાણે પિતાનું વચન સાંભળી અમૃતમય વાણીવડે ભક્તિરૂપ વેલીને પલ્લવિત કરતો હોય તેમ વિનયગુણથી નમ્ર બનેલે અભયંકર કુમાર પોતાના પિતાને પ્રાર્થના પૂર્વક કહેવા લાગે.
પ્રભો ! બંને પ્રકારે નરકાંત-નરકદાયક આ રાજ્યથી મને શો ફાયદો છે ! સુરકતસ્વર્ગ સુખ આપનાર આપની ભક્તિરૂપ સમૃદ્ધિ મને મળે તે હું બહુ આનંદ માનું.
આપના ચરણકમલમાં સત્યાસત્યની પરીક્ષામાં હેતુભૂત રાજહંસપણું મને ગમે છે, પણ કલંક દાયક રાજ્ય પદવી મને રૂચતી નથી.
એ પ્રમાણે રાજ્યની ઈચ્છા ન હોવા છતાં પણ અભયંકરને રાજ્યાભિષેક કરી ક્ષેમકર રાજાએ પોતે કલ્યાણકારી દીક્ષા ગ્રહણ કરી,
હવે સજજન રૂપી ચક્રવાકને આનંદ આપનાર અભયંકર રૂપી સૂર્ય ઉદય થવાથી એકદમ મિત્રવર્ગ પદ્યની માફક પ્રફુલ્લ થવા લાગે અને શત્રુઓ કુમુદની માફક મીચવા લાગ્યા.