________________
કુમારપાળ ચરિત્ર નને સમાગમ હંમેશાં સુખમય હોય છે... અને તે ક્ષણમાત્રમાં વ્યતીત થાય છે.
એ પ્રમાણે કુમાર વિચાર કરતો હતે, તેટલામાં અપાર આકાશ રૂપી અરણ્યમાં ભ્રમણ કરવાના જેમ શ્રમને લીધે સૂર્યદેવે પશ્ચિમ સમુદ્રમાં નાન માટે કંપાપાત કર્યો.
તે સમયે પૃથ્વીરૂપ આંગણામાં બહુ તેજને વિસ્તારી તેનું આકર્ષણ કરતા સૂર્યની પાછળ રહેલા તેના અંશ જેમ દિવાઓ દીપવા
લાગ્યા.
વળી હું માનું છું કે, અંધકારરૂપ કાદવમાં ખેંચી ગયેલ ગેમંડલ–ગાનું મંડલ કાંતિમંડલને ઉદ્ધાર કરવામાં માટે જેમ વિષ્ણુભગવાન તેમ પીઢ તેજવી ચંદ્ર પ્રગટ થયે.
ચંદનના રસ વડે સિંચાયેલું, કપૂરના પરાગ વડે પૂરાયેલું અને ઉછળતા ક્ષીર સાગરના તરંગે વડે છવાયેલું હોય ને શું તેમ તે ચંદ્રના કિરણે વડે સર્વ જગત્ વ્યાપ્ત થઈ ગયું.
પછી ભેગીએ અભયંકર કુમારને કહ્યું. ભાઈ ! મારી પાસે સેંકડેથી પણ વધારે બહુ ચમકારી વિદ્યાઓ છે. તેઓને યોગ્ય સ્થામાં નિગ કર્યો છે. પરંતુ હજુ પણ ખડગસિદ્ધિ કરનારી એક વિદ્યા મારી પાસે રહેલી છે, તેના પ્રભાવથી મનુષ્ય દેવોને પણ અજય થાય છે.
વળી યોગ્ય પાત્ર નહીં મળવાથી તે વિદ્યા કેઈપણ સ્થાને મેં આપી નથી.
કારણ કે “અગ્યને વિદ્યા આપવાથી વિદ્યાવાન પુરુષ તેને ઘાતકી બને છે.”
આવી ઉત્તમ વિદ્યાને લાયક મને કોઈ માણસ મળે નહીં અને મારું આયુષ્ય હવે થોડું રહ્યું છે, એમ હું ચિંતા કરતા હતા, તેવામાં તે વિશે જ પોતે મારી પાસે આવી મને કહેવા લાગી,
વત્સ ! તું ચિંતા કરીશ નહિ, પ્રભાત કાળમાં કોઈપણ ઉત્તમ પુરુષ હું તને લાવી આપીશ, તેને મારું દાન કરી તું સુખી થા.