________________
૪૨
કુમારપાળ ચરિત્ર નંદન વનની માફક તે વનની શોભા જોઈ કુમારની દષ્ટિ રિથર થઈ ગઈ અને પિતાના મનની માફક સ્વચ્છ માનસ નામે એક સરેવર તેને જોવામાં આવ્યું.
તેની ઉજવલતા એટલી હતી કે, જે હંમેશા જલની અધિષ્ઠાત્રી દેવીઓને રત્નના રિસાનું કામ કરતું હતું.
વળી જે સરોવર અમૃતમય અને તાપને શાંત કરવાના સ્વભાવથી રાહુના ભયને લીધે ત્રાસ પામી ત્યાં આવી રહેલ જાણે ચંદ્ર હેય તેમ દેખાતું હતું.
કુમાર તેના કિનારે ગયા અને ખાન કરવા લાયક સુંદર પાણી જોઈ તેણે સ્નાન કર્યું.
પછી તે વનની અંદર પુન: ફરવા લાગ્યા. આગળ જતાં એકાંત જગાએ એક મહર મઠ તેના જેવામાં આવ્યું. તેના દ્વાર આગળ જઈ તપાસ કરવા લાગ્યા.
તેના અંદરના ભાગમાં પદ્માસનવાળી બેઠેલે કાંતવડે સૂર્ય સમાન અંતરાત્માનું ધ્યાન કરતે હેય,
તેમ અને મચેલી,
એકલે છતાં પણ શરીરના તેજવડે જાણે સભાના મધ્યપ્રદેશમાં રહેલે હેય અને,
સાક્ષાત્ યેગની મૂર્તિ સમાન ધ્યાનમાં કુશલ એવા એક ગીદ્રને જોઈ અભયંકર કુમાર તરત જ તેની પાસે ગયો અને બહુ ભક્તિપૂર્વક થેગીને નમે.
યેગી ધ્યાનથી મુક્ત થઈ પ્રસન્ન દષ્ટિએ કુમારને આશીર્વાદ આપે. પછી બંને જણે પરસ્પર કુશલવાર્તા પૂછી.
એક બીજાની હકીક્ત પૂછતાં બે વખત વ્યતીત કર્યો. કારણ કે સજજનોને સમાગમ સુખકારક હોય છે એટલું જ નહીં પણ વાર્તા કરવાને ટાઈમ પણ પુરે મળતું નથી.
ત્યારબાદ યોગીએ કહ્યું, હે કુમાર તારા હિતના માટે જ હું તને અહીં લાવે છે, તે બાબત આગળ ઉપર હું તને જણાવીશ, એમ