________________
હo
જેનું મન દઢ હોય તેજ ચમત્કારે કરી શકે છે અને જેનામાં પૂર્ણ શ્રદ્ધા હોય તેજ આવા સાત્વિક ચમત્કાર જોઈ શકે છે.
આ દુનિયામાં ચમત્કારો માટે ઘણા જુના કાળથી બેમત ચાલ્યા આવે છે. પ્રાચિન કાળમાં ચાર્વાક ઋષિ ચમત્કારોને માનતા ન હતા,
આજે પણ અનેક ભાઈઓ ચમકારને માનતા નથી. ચમત્કાર માનવા કે ન માનવા એ સૌ સૌની મરજી ઉપર આધાર રાખે છે. ગમે તેમ છે પણ ચમત્કાર નામની વસ્તુ અનાદિ કાળથી ચાલી આવે છે.
ચમત્કારેનું મૂળ કારણ સંયમ છે. યુરોપ અને અમેરિકા જેવા સુધરેલા દેશમાં પણ ચમત્કારને માનવાવાળા અનેક છે.
રસાયન શાસ્ત્રીઓ જેમ રસાયનના પ્રયોગ વડે અનેક ચમત્કાર કરી બતાવે છે તેમજ સંયમવાન પુરૂષો માનસિક ખીલવટવડે અનેક પ્રકારના ચમત્કારો કરી શકે છે અને દઢ શ્રદ્ધાવાન તેવા ચમત્કારો જોઈ શકે છે,
જેમ સ્થલ સૃષ્ટિ છે તેમ બીજી મને મય સૃષ્ટિ છે, મને મય સૃષ્ટિની પ્રક્રિયાઓ જ્યારે સ્થૂલ સૃષ્ટિમાં વિચરનાર પ્રાણીના જોવામાં આવે છે ત્યારે તે ચમત્કાર રૂપે ભાસે છે. મનોમય સૃષ્ટિમાં આજે પણ અનેક વિધ ચમત્કાર થઈ રહ્યા છે.
દેવી દેવતા ઉપર આસ્થા રાખવામાં આવે છે અને કાર્ય ફળિભૂત થાય છે, એમાં પણ મનની દઢતા મુખ્ય છે. મનની દઢતાવડે આજે પણ અનેક ચમત્કારો બતાવી શકાય છે.
ભગવાન હેમચંદ્રાચાર્યજીમાં સંપૂર્ણ સંયમ હતો. એથી જ એમણે મહારાજા કુમારપાળને અનેક વખત ચમત્કારો બતાવ્યા હતા. બાદશાહને પલંગ સહિત મહારાજા કુમારપાળના મહેલમાં દાખલ કર્યાના ચમત્કારને કેટલાક ભાઈઓ સમજી શકતા નથી. ખરું જોતાં આતો એક સામાન્ય ચમત્કાર છે.
આખી દુનિયાને છક કરી શકે તેવા ચમકારે મહાપુરુષે બતાવી શકે છે. ચમત્કાર શાસ્ત્ર તે દુનિયાનાં શાસ્ત્ર કરતાં ન્યારાં છે, જેમણે અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ કરીને માનસિક સૃષ્ટિને વિચાર કર્યો હોય છે, તેવાઓ જ ચમકારને સમજી શકે છે.
દુનિયામાં ડાહ્યા કહેવાતા હોય તે સઘળી બાબતમાં ડાહ્યા હોય એવું માનવાને કાંઈપણ કારણ નથી.
અધ્યાત્મ ડહાપણ તે સઘળાં દુન્યવી ડહાપણોથી નિરાળું છે. કોઈ વિરલાજ અધ્યાત્મ ડહાપણને મેળવી શકે છે. જેણે અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ