________________
કુમારપાળ ચરિત્ર તે શ્રીકૃષ્ણમુનિ મારા હર્ષને માટે થાઓ. સર્વ કવિઓએ કરી છે ઉપાસના જેની, સર્વજનેના તાપને હરણ કરનારી અને
કમલાસન વડે શોભતી એવી સરસ્વતી દેવી મને પવિત્ર કરે. કર્તવ્યનિદેશ
ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત થયેલા, પ્રભાવશાલી અને શાસનને દિપાવનાર શ્રેણિક પતિ વિગેરે ઘણાયે શ્રાવકે થઈ ગયા
તે પ્રભાવિક શ્રાવકમાં, અમારી પ્રવર્તાવવાવડે વસ્તુતઃ કુમારપાલ રાજા સર્વ નક્ષત્રોમાં તેજવડે ચંદ્રની જેમ મુખ્ય છે.
માટે તેમના ગુણગ્રામના સૌન્દર્યરૂપ સંપત્તિવડે પ્રેરાયેલે હું
પિતે શુદ્ધ થવાની ઈચ્છાવડે એમનું સંક્ષેપથી ચરિત્ર લખું છું. અહકાર પરિહાર
શુદ્રબુદ્ધિમાન ચરિત્રકર્તા હું કયાં? અને આ રાજર્ષિનું પવિત્ર ચરિત્ર કયાં?
તેમ છતાં હું જે પ્રવૃતિ કરૂ છું, તે આંગળીએથી આકાશની સીમા માપવાની ઈચ્છા ખરેખર છે.
અથવા આ ચિંતા કરવાની કંઈ જરૂર નથી, કારણ કેગુરૂકૃપાથી તેમનું ચરિત્ર રચવામાં હું શકિતમાન થઈશ,
ચંદ્રના ખેળામાં રહેલ મૃગલે શું આકાશમાં નથી ખેલતે? વંશવર્ણન
શ્રી કુમારપાલ રાજા ચૌલુકય વંશમાં ચૂડામણિ સમાન હતા. તેથી ઇતિહાસની પરંપરા પ્રમાણે તેમની વિશાળ ઉત્પત્તિ પ્રથમ વિસ્તારવામાં આવે છે.
પ્રથમ કૃષ્ણની જેમ સર્વ જગતને ઉદ્ધાર કરવામાં ધુરંધર અને સુપ્રસિદ્ધ ક્ષત્રિયવંશમાં ઉત્તમ ચુલુકય નામે રાજા હતા.
ૌર્ય, ગાંભીર્ય, ચાતુર્ય, ઔદાર્ય અને શૌયદિ અનેક ગુણે જગતમાં પરિભ્રમણ કરવાથી થાકી ગયા હેયને શું?