________________
નિર્ધનતાથી અધમતા
૧૧ શીલથી ભ્રષ્ટ થયેલામાં ચારિત્ર ધર્મ કેવી રીતે સંગત થાય?
આ દુનિયામાં આંધળે, બબડો–મુંગે, પંગુ-લંગડો અને ઠુંઠો માણસ કંઈક સારે ગણાય છે,
પરંતુ સમગ્ર વિપત્તિઓ જેને વીંટાઈ વળી હોય તે દરિદ્રી માણસ સર્વ પ્રકારે નિંદનીય છે.
ગૃહરથધર્મમાં જોડાયેલે પુરુષ ધનાઢય હોય તેજ લેકમાં પૂજાય છે અને મુનિજન તે દ્રવ્યને ત્યાગ કરવાથી જ પૂજ્ય બને છે.
આ બંને જણ વિપરીતપણને પ્રાપ્ત થાય તે તે એકેની શોભા ગણાય નહી. માટે.
હે સ્વામિન ! આપ કટિબદ્ધ થઈ ઉદ્યમ કરે અને પુષ્કળ ધનસંપત્તિ મેળવે, કારણ કે ઉદ્યમ કરવાથી મનુષ્યનું દરિદ્રપણું દૂર થાય છે, એ લૌકિક વાણી સત્ય છે.
તે પ્રમાણે પિતાની સ્ત્રીનું વચન સાંભળી વિષ્ણુશમાં વિચાર કરવા લાગ્યો.
અરે ! આ દુનિયામાં મારા સરખે દુભાંગી કેઈક જ હશે, કારણ કે જન્મકાળથી જ હું દરિદ્રતાને વશ થયેલ છું.
વળી અન્ય લોકમાં કોઈક વખત નિર્ધનતા અને કેઈક સમયે સધનતા દેખવામાં આવે છે અને મારે તે હંમેશાં નિર્ધનતા જ રહેલી છે. હવે નિરાશ થયેલે હું કયે માગે જાઉં અને મારે શો ઉપાય કરે. - તેમજ આ જગતમાં નિર્ધનતા સમાન બીજે કઈ પ્રબલ દેષ નથી. गुणा यान्ति ध्वंस नयविनयदाझ्याजवमुखाः,
न मान्यत्व' लोके प्रसरति न कीर्ति विलसति । कुटुंब पार्थक्य प्रथयति विरज्यन्ति तनयाः,
न कान्ताऽपि स्नेह कलयति धिगेतामधनताम् ॥१॥ નિધનતાથી અધમતા
“જેને લીધે નીતિ, વિનય, દક્ષતા, અને નમ્રતા, વિગેરે અનેક ગુણે નાશ પામે છે,