________________
૨૭
દીક્ષા મહોત્સવ
હે મુનીંદ્ર! હું માનું છું કે પુણ્યવંત પુરુષોમાં તમે જ મુખ્ય છે. જેને બાલ વયમાં પણ અદ્દભુત પ્રભાવ પ્રકાશી રહ્યો છે.
વળી તૃષાતુર ચાતકને મેઘ જેમ સુવર્ણરૂપી જળ વડે મારા કુટુંબને ખરેખર આપે છવાડયું.
પરંતુ કૃપા કરી પિતાના હાથથી આ સુવર્ણ રાશિનો સ્પર્શ કરે જેથી આપના ગયા પછી પણ આ સેનાના ઢગલાઓ બદલાઈ જાય.
નહી:
સેમચંદ્ર મુનિએ દયાવડે તે પ્રમાણે સ્પર્શ કર્યો. પછી શ્રેણીએ મુનિના દેખતાં સઘળું ધન પિતાના ખજાનામાં ભરી દીધું.'
ત્યારબાદ મુનિઓની સાથે શ્રેષ્ઠી દેવચંદસૂરિ પાસે આવ્યા. ગુરુને વંદન કરી તેણે સોમચંદ્રમુનિને સર્વ પ્રભાવ નિવેદન કર્યો અને પ્રાર્થનાપૂર્વક કહ્યું કે
હે પ્રભે! પ્રસન્ન થઈ મને આજ્ઞા કરે. આ૫ના શિષ્યના અતિશય–પ્રભાવથી સુવર્ણ રાશિ મને પ્રાપ્ત થયો છે, તે સર્વ ધન. આપનું જ હું માનું છું.
હવે તે ધન કયા કયા સ્થાનમાં મારે વાપરવું?
સર્વથા લેભના ત્યાગી એવા જ્ઞાની ગુરુ બોલ્યા, હે મહેશ્ય! આવી ઉત્તમ પ્રકારની તારી ભક્તિ હોય તે વિમાન સમાન નિંદ્ર ભગવાનનું એક મંદિર નું બંધાવ.
તે સાંભળી શ્રેણીને સંતોષ થયો. પછી તેણે ઉત્તમ પ્રકારનું સર્વોત્તમ ચૈત્ય બંધાવ્યું અને દેવચંદ્રસૂરિએ તેમાં પ્રતિષ્ઠા કરીને વીર ભગવાનની મૂર્તિ પધરાવી. | સર્વ નગરના લકે તેવું અદ્દભુત ચરિત્ર સાંભળી પિતાના મનમાં અતિશય ચમત્કાર પામ્યા અને માગધ ચારણની માફક સેમચંદ્રમુનિની બહુ સ્તુતિ કરવા લાગ્યા, કે શ્રી સોમચંદ્રમુનિ આ લેકમાં ચિરકાલ સુધી આનંદ પામે,
બાલ્યાવસ્થામાં પણ જેના દ્રષ્ટિપાતથી જ સિદ્ધરસના સ્પર્શથી લેહરાશિની માફક અંગારાના રાશિ સુવર્ણ થઈ ગયા.