________________
દયા ધર્મ
૩૯
કારણ કે મેઘવિના વૃષ્ટિ, બીજ વિના અંકુરો અને સૂર્ય વિના દિવસ હોઈ શકે જ નહિ, તેમ દયા વિના ધર્મ હેત નથી.
વળી તે દયા ધર્મ માણિકય રત્નથી જેમ આભૂષણ તેમ ઉપકાર વડે સિદ્ધ થાય છે. જેમની અંદર દયા ધર્મ હંમેશાં તરૂણાવસ્થા ભેગવે છે. માટે વિદ્વાન પુરુષેએ નિરંતર પરે પકાર કરવામાં પ્રયત્ન
કરે.
કારણ કે પદ્મની અંદર જેમ લહમી તેમ ઉપકાર વ્રતમાં પુણ્ય તત્વ રહે છે.
અન્ય ધર્મમાં સર્વ દર્શનિઓ પરસ્પર વિવાદ કરે છે, પરંતુ સર્વ સંમત ઉપકાર વ્રતમાં કઈ પણ વિવાદ કરતા નથી.
રાજન ! પ્રથમકાલમાં અભયંકર ચક્રવતી ઉપકાર કરવાથી અપાર લક્ષમીના અધિપતિ છે, તે વૃત્તાંત યથાર્થ પણે તું સાંભળ. અભયંકર ચકવતી
પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી નામે વિજય છે. તેમાં ઇંદ્રપુરી સમાન લક્ષમીને ધારણ કરતી પુંડરીકિણ નામે નગરી છે.
જેની અંદર રાજમહેલની ભીતમાં જડેલાં માણિકય રત્નની દીવ્યકાંતિ વડે દિવાઓની શ્રેણી ઝાંખી દેખાય છે. તે નગરીમાં પ્રજાના હિતમાં જ પ્રવૃત્તિ કરનાર ક્ષેમકર નામે રાજા રાજ્ય કરતે હતો.
જે રાજા સંગ્રામમાં બહુ કુશલ હોવાથી વીરપુરૂષોમાં મુકુટ સમાન ગણાતા હતા. માનું છું કે બ્રહ્માએ વડવાનલ વડે જેના પ્રતાપની રચના કરી હશે, અન્યથા અતિશય ક્ષારમય શત્રુની સ્ત્રીઓનાં અથપાન કરી તે કેવી રીતે વૃદ્ધિ પામે.
હંમેશાં બહુ આભૂષણેથી વિરાજમાન અમરસેનાની જેમ પ્રશસ્ત પ્રેમવાળી અમરસેના નામે તેની સ્ત્રી હતી. તેણીના અંગોપાંગમાં ધારણ કરેલાં ભવ્ય આભૂષણની શોભાને લીધે બંને સ્ત્રી પુરૂષના હૃદયમાં કામદેવને નિવાસ રહેતો હતે. સંપૂર્ણ સુખમાં તેમના દિવસે વ્યતીત થતા હતા.