________________
ધર્મજીજ્ઞાસા
૩૭
મધ્યાહુકાળને સૂર્ય બહુ તપવા લાગે.
અસહા તાપને લીધે તે બીચારી બળદને લઈ એક ઝાડને નીચે ગઈ. ત્યાં તેની નીચે લીલું ઘાસ ઉગેલું હતું.
બળદ ચરવા લાગ્યા. યશોમતી વારંવાર સ્મરણ કરવા લાગી, અરે! મારા જેવી દુભગિનું સ્ત્રી કેશુ હોય? પિતાના પતિની આવી દુરવસ્થા કરી.
આથી કુકર્મ બીજું શું? એમ વિચાર કરતી તે દુખ સાગરમાં ડુબેલાની માફક દીન સ્વરથી અત્યંત વિલાપ કરવા લાગી.
તેવામાં દેવગે વિમાનમાં બેસી શંકર અને પાર્વતી બંને આકાશમાગે ઝડપથી ચાલ્યાં જતાં હતાં.
યશોમતીના વિલાપ તેમના સાંભળવામાં આવ્યા. પાર્વતીને તે ઉપર દયા આવી. જેથી તેણીએ શંકરને પૂછ્યું, આ સ્ત્રી જંગલમાં શામાટે રૂદન કરે છે ?
શંકરે તેણીના દુઃખનું સ્વરૂપ યથાસ્થિત પાર્વતીને કહી સંભળાવ્યું.
પછી શંકરે પાર્વતીને કહ્યું, જે તારી જાતિની સ્ત્રીઓ કેવી હોય છે ?
બહુ ખેદની વાત છે કે, જે સ્ત્રી પિતાના વંશમાં રહેલા મનુષ્યને પણ બળદ બનાવે છે, એમ કહી પાર્વતીને બહુ હસાવી.
તે બળદનું વૃત્તાન્ત સાંભળી પાર્વતીને બહુ અચંબે થયે અને લજજા પણ આવી,
પછી પાર્વતીએ પિતાના પતિને પૂછ્યું,
હે સ્વામિ! પુનઃ એને મનુષ્ય કરવાનું કંઈ પણ ઔષધ છે કે નહી ? તે મને કૃપા કરી કહે.
એમ પાર્વતીને બહુ આગ્રહને લીધે શંકરે કહ્યું,
હે પ્રિયે ! આ વૃક્ષની જ નીચે ઔષધિ ઉગેલી છે, જેના ખાવાથી તરત જ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. એમાં કઈપણ પ્રકારને સંદેહ નથી.