________________
કુમારપાળ ચરિત્ર તે વાત ત્યાં ઉભેલી યશોમતીના સાંભળવામાં આવી કે તરત જ તે વૃક્ષના મૂળમાં રહેલું દુર્વા કુરાદિ સઘળું ઘાસ કાપી કાપીને બળદને ખવરાવવા લાગી.
જે કે યશોમતી માનવભવદાયક ઔષધિને ઓળખતી નહતી, પરંતુ તે ઔષધિ ઘાસની અંદર ખાવાથી એકદમ વૈકિયરૂપ ધારી દેવની માફક તે બળદ મનુષ્ય થઈ ગયે.
તે જોઈ સ્ત્રી બહુ ખુશી થઈ, એટલે શંખે તેને પૂછયું, કે અહીંયાં આપણે આવવાનું શું કારણ?
પછી તે સ્ત્રીએ પોતાનું કુકર્મ પોતાના પતિ આગળ નિવેદન કરી વારંવાર ક્ષમા માગી
એમ વાત કહ્યા બાદ હેમચંદ્રસૂરિએ કહ્યું કે, હે રાજન ! દર્માદિકના અંકુરાઓથી જેમ દીવ્ય ઔષધિ આચ્છાદિત થઈ ગઈ, તેમ
આ યુગમાં સત્ય ધર્મ અન્ય ધર્મોથી તિરહિત થયેલ છે. પરંતુ સમગ્ર ધનું સેવન કરવાથી દભોદિક ઘાસની અંદર રહેલી દિવ્ય ઔષધિની માફક કઈક સમયે કઈક માણસને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે
હે નૃપ ! સમસ્ત ધર્મનું બહુ આદર પૂર્વક તું આરાધન કર. જેથી બન્ને પ્રકારની સિદ્ધિ તને તત્કાલ પ્રાપ્ત થશે.
એ પ્રમાણે સર્વ ધર્મને અનુકૂલ એવી સૂરીશ્વરની વાણી સાંભળી સર્વ સભ્ય જેને બહુ પ્રસન્ન થયા, તે સિદ્ધરાજ ભૂપતિની વાત જ શી કરવી.
પછી સિદ્ધરાજે હેમચંદ્રસૂરિને પૂછયું.
ગુરુ મહારાજ ! ત્રણે લોકોને સંમત અને સર્વ સામાન્ય ધર્મ કર્યો હશે ? તે આપ કૃપા કરી કહો. દયાધામ
આચાર્ય મહારાજ બોલ્યા.
હે નરેદ્ર ! સર્વ પ્રાણીઓને હિતકર અને કુકર્મોને પ્રતિકુલ એવો મુખ્ય ધર્મ દયા મૂળ ગણવામાં આવ્યું છે.