________________
૩૬
કુમારપાળ ચરિત્ર
તે કપટી પિશાચની માફક વાક છળથી ઠગાઈ કરી વિશ્વાસમાં ને વિશ્વાસમાં મને છેતરી ગયે,
અરે! હવે શું કરવું? મારી ઈચ્છા તે પતિને વશ કરવાની હતી, છતાં હું પતિને પણ ગુમાવી બેઠી. લાભ મેળવવાના લેભથી મૂળ ધન પણ ચાલ્યું ગયું, “તે કહેવત સત્ય થયું.” જે વિચાર કર્યા વિના સરલ સ્વભાવથી કામ કરે છે, તે મનુષ્ય મારી માફક પશ્ચાત્તાપ રૂપી અગ્નિથી હંમેશાં બળી મરે છે.”
તે વાત તેની શક્યને જાણવામાં આવી, તેથી તેણીએ થશેમતીને કહ્યું,
રે દુષ્ટ ! આ તે શું કર્યું? જેથી મારા પ્રાણપ્રિય પતિને તે બળદ કરી નાખે.
રે દુર્બ ધે! તેં જે કામ કર્યું, તે કઈ પિશાચી અથવા કઈ ભૂતડી પણ કેઈ સમયે ન કરી શકે.
પ્રથમ સમયમાં પણ સ્ત્રીએ કામણું હુમણ વિગેરે વશીકરણ ક્રિયાઓ કરતી હતી, પણ તારી માફક કેઈએ પિતાના પતિને પિઠીએ. બનાવ્યો નહતે.
વળી કોઈ અન્ય માણસની પણ આવી વિડંબના કરવાથી મહા પાપ થાય છે, તે જેનું સર્વરવ ભેગવવામાં આવે છે, તે પિતાના પતિનું તે કહેવું જ શું?
એ પ્રમાણે પિતાની શોયે ધિક્કારેલી યશોમતી પિતાના સ્વામીને મનુષ્ય બનાવવાને ઉપાય નહી જાણવાથી બહુ દુખી થઈ અનેક પ્રકારના સંતાપ કરવા લાગી.
બાદ તે પોતાના ધણીને દેરડાથી બાંધી નગરની બહાર બેચર ભૂમિમાં ચરવા લઈ જાય છે, ત્યાં સુકોમળ દુર્વા વિગેરેને ચારે હંમેશાં પિતાની દેખરેખ નીચે ચરાવે છે.
એક દિવસ પામતી પિઠીઆને લઈ જંગલમાં ગઈ. બહુ તાપને લીધે ગ્રીષ્મને સમય ભયંકર દેખાતે હતે.