________________
ધર્મ જીજ્ઞાસા
૩૫
“ઘરને ત્યાગ કરે, સંસારસુખને સર્વથા ત્યાગ કરે, વિષ ભક્ષણ કરવું, જંગલમાં નિવાસ કર, કંઠમાં પાશ નાખી પ્રાણત્યાગ કરે અને સર્વ સ્ત્રીઓને સર્વથા નાશ થે, એ સારું પણ શકયને વશ થયેલ પતિના તાબે રહી તેનું નિરીક્ષણ કરવું શ્રેષ્ઠ નથી.”
એમ જાણી બહુ દુખી છુયેલી યશોમતી પિતાના પતિને વશ કરવા માટે અન્ન વસ્ત્રાદિકથી કલાઓમાં પ્રવીણ એવા ઘણા લોકોને સંતુષ્ટ કરી પૂછવા લાગી.
ભાઈએ ! તમે વશીકરણની વિદ્યા જાણે છે? એમ પુછતાં પૂછતાં તેના ત્યાં ગૌ દેશમાંથી કઈ એક કલાવાન હોંશિયાર પુરુષ આવ્યો. વળી તે વશીકરણ વિદ્યામાં બહુ પ્રવીણ હતું, તે વાત થશેમતીના જાણવામાં આવી, તેથી તેણીએ તેની બહુ સેવા કરી.
પછી યશોમતીએ પિતાને વિચાર તેને જણાવ્યું અને કહ્યું,
બુદ્ધિમન! નાઘેલા બળદની માફક મારો પતિ મારે વશ થાય તે ઉપાય મને તું બતાવ
ધૂર્ત બે , બાઈ! હું તને જે વસ્તુ આપું છું, તે તારા પતિને તું ભજનની અંદર ખવરાવી દેજે. જેથી તારું કાર્ય સિદ્ધ થશે, એમ કહી તે પૂર્વે યશેમતીના હાથમાં કંઈક ઔષધ આપીને પિતાના રસ્તે ચાલતે થે.
- ત્યાર પછી યમતીએ ધૂતે આપેલું ચૂર્ણ પિતાના સ્વાધીન, રાખ્યું જ્યારે ક્ષયદિવસ-શ્રાદ્ધતિથિ આવી ત્યારે દુધપાક બના, તેની અંદર ચૂર્ણ નાખી પિતાના સ્વામીને જમાડ્યો. અને તે પરમાન જમવાથી તરત જ તે શંખ શ્રેણી બળદ થઈ ગયો.
યશોમતી પણ જન્માંતર પામેલાની માફક તેને જોઈ બહુ ચક્તિ થઈ ગઈ અને વિચાર કરવા લાગી,
નાઘેલા બળદની માફક મારા પતિને મેં વશ કરવાનું કહ્યું હતું, પણ તે દુષ્ટ ખરેખર તેને બળદ કરી મૂકે.