________________
૩૩
સિદ્ધરાજ
એ પ્રમાણે અતિ અદ્દભુત વાણી સાંભળી રાજા પિતાના હૃદથમાં ચક્તિ થઈ ગયો અને તેણે કહ્યું.
પ્રલે ! હમેશાં આપને મારી પાસે પધારવું, એમ કહી રાજા ચાલતે થયે.
- ત્યારબાદ આચાર્ય મહારાજ રાજાની પાસે જવા લાગ્યા. એક દિવસ મધ્યાહસમયે સૂરીશ્વર રાજા પાસે ગયા. અમૃત સમાન વચનથી રાજાને બહુ ખુશી કે. ધર્મજીજ્ઞાસા - ત્યાર બાદ સિદ્ધરાજને ઈચ્છા થઈ કે, સમ્યફ પ્રકારે શુદ્ધધર્મનું સ્વરૂપ મારે જાણવું જોઈએ, એમ જાણ તેણે દર્શનના વિદ્વાને બોલાવ્યા અને ધર્મનું સ્વરૂપ પૂછયું.
સર્વ દર્શનકારે એક બીજાના દર્શનની નિંદા કરવા લાગ્યા અને પિતાના મતને અનુસરે પિતાના ધર્મની પ્રશંસા કરવા લાગ્યા.
તિપિતાના ધર્મને સ્થા૫ન કરનાર દર્શનવાદિઓનાં વચન સાંભળી રાજા બહુ સંદેહમાં પડી ગયે. ક ધર્મ સત્ય અને કે અસત્ય એ સંશય દુર કરવા માટે પતિએ હેમચંદ્રસૂરિને પૂછયું.
પ્ર ! સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા ઘર્મને જાણવાવાળા આપ છો અને આપને કેઈપર દ્વેષપણે નથી, માટે યથાસ્થિત ધર્મનું સ્વરૂપ મને જણાવે. જેથી હું તેનું આરાધન કરી કૃતાર્થ થાઉં,
કારણ કે ધર્મ વિનાને મનુષ્યજન્મરૂપી વૃક્ષ વાંઝીએ કહેલ છે. આપ સરખા ગુરુ મહારાજ વિદ્યમાન છતાં પણ ધર્મને સંશય રહે છે તે ચિંતામણિરત્ન જેની પાસે રહેલ છે, એવા માણસને વીંટાઈ વળેલા દારિદ્રની માફક અતિ આશ્ચર્ય ગણાય.
- ત્યાર પછી ચારે વિદ્યાઓના પારગામી આચાર્ય મહારાજ પુરાણોક્ત એક કથા રાજાની આગળ કહેવા લાગ્યા. જેના શ્રવણ માત્રથી સત્યધર્મનું સ્વરૂપ સમજાય.