________________
૩૧
સૂરિપદ
એની બુદ્ધિ બહુ વિશાલ છે. તેમજ શાસ્ત્રને પારગામી એજ છે.
એમ જાણી તેમને સૂરિપદ આપવા માટે ગુરુશ્રીએ બહુ ઉત્સાહથી તૈયારી કરી. અને સંઘની આજ્ઞા લઈ ગણક-તિષીઓને બોલાવીને આચાર્ય મહારાજે તેમની પાસે જગતને પણ કલ્યાણકારી ઉત્તમ પ્રકારનું આચાર્ય પદવીનું મહૂર્ત કઢાવ્યું.
મહા સુદી ૩ અને ગુરૂવારે કર્ક લગ્નમાં બૃહસ્પતિ,
કન્યારાશિમાં રાહુ, ધનરાશિએ મંગળ, મીનરાશિએ શુક, બુધ અને રવિ બંને મેષ સ્થાનમાં, | ચંદ્ર અને શનિ વૃષસ્થાનમાં, કર્ક લગ્નને સ્વામી ચંદ્રમા, હેરાકાણુ,
વર્ગોત્તમ નવાંશ અને દ્વાદશાંશ બહુ ઉચ્ચ પ્રકારે રહેલા હતા. શુકને તૃતીય ત્રિશાંશ ચાલુ હતે.
આવા ઉત્તમ પ્રકારના માંગલિક મુહૂર્તમાં સંતોષ પામતા શ્રી સંઘે મહોત્સવ કરે છતે ગુરુશ્રીએ ઉત્કૃષ્ટ પ્રકારે મંદિવિધાન કરી સેમચંદ્ર મુનિને જિનશાસનના સર્વસ્વની માફક આચાર્ય પદવી આપી.
આ સૂરિ કાંતિમાં સુવર્ણ સમાન અને આનંદ આપવામાં ચંદ્ર સમાન છે, એ હેતુથી જ ગુરુ મહારાજે તેમનું નામ હેમચંદ્ર એ પ્રમાણે જાહેર કર્યું.
તે સમયે વિવિધ પ્રકારનાં વાગે વાગતાં હતાં, જેમના પ્રચંડ નાદને લીધે સર્વ દિશાઓમાં ઘંઘાટ થઈ રહ્યો. અને તે માંગલિક વાજીના શબ્દો મહારાજાને બીવરાવવા માટે નવીન સૂરીંદ્રને જાહેર કરતા હોય ને શું?
વળી કેટલીક લોકે હર્ષથી નાચ કરવા લાગ્યા. કેટલાક ગીત ગાતા હતા, કેટલાક વાછ વગાડતા હતા. કેટલાક ગુણાનુવાદ કરતા હતા.