________________
૩૦
કુમારપાળ ચરિત્ર ફરી ફરીને તત્કાળ પ્રતીતિ આપનાર જંગલની ઔષધિઓ પણ ઓળખાવી દીધી. આ મુનિઓને મંત્રાદિક ઔષધિઓનું વિસ્મરણ એળખાવી દીધી.
આ મુનિઓને મંત્રાદિક ઔષધિઓનું વિમરણ ન થાય એટલા માટે દેવીએ પિતાનું કમંડલ હાથમાં લઈ અમૃતપાન કરાવવા માટે પ્રાર્થના કરી કહ્યું, | મુનિદ્રો ! આ મારા કમંડલુમાં રહેલા અમૃતનું તમે પાન કરે, જેથી તમને મંત્રાદિક વિદ્યાનું વિસમરણ થાય નહીં.
તે સાંભળી દેવેદ્રસૂરિ બોલ્યા. અમે જૈન સાધુએ છીએ માટે રાત્રિએ અમૃતપાન પણ અમારે કલ્પ નહી, માટે તે વાત અમારાથી બની શકે તેમ નથી. અહો ! મુનિઓને વ્રત પાળવામાં કેવી દઢતા. હોય છે?”
બાદ ઉત્સર્ગ અને અપવાદને વિચાર કરીને મહાન બુદ્ધિશાલી સોમચંદ્ર મુનિએ બહુ ઉત્કંઠાવડે કંઠ સુધી દેવીએ આપેલું અમૃત પીધું. તેથી તેમને તે મંત્રાદિકનું સર્વ સ્મરણ આબાદ રહ્યું. અને દેવચંદ્રસૂરિએ અમૃતપાન ન કર્યું તેથી તેમને તે સર્વ વિસ્મરણ થઈ ગયું.
ભાગ્ય સિવાય બુદ્ધિ સ્કુરતી નથી.” પછી પવિત્ર તીર્થાધિ. દેવનું વંદન કરી કૃતાર્થ થયેલા તે બંને મુનિઓને તે દેવી પોતે જ રાત્રીના અવસાનમાં ઉપાડીને ગુરુ મહારાજની પાસમાં લાવી મૂકયા. સૂરિપદ
અતિ આશ્ચર્યકારક આ વૃત્તાન્ત પ્રભાત કાલમાં તે બંને મુનિએએ પિતાપિતાના ગુરુની આગળ નિવેદન કર્યું–તે વાત જાણવાથી સકલ સંઘને પણ બહુજ આનંદ થયે.
ત્યારબાદ દેવચંદ્ર ગુરુએ વિચાર કર્યો કે, મારા પાસે શિષ્યસમુદાય તે ઘણેય છે, પરંતુ ગચ્છને નાયક તે આ સેમચંદ્ર જ થઈ શકે તેમ છે.