________________
-૩૪
કુમારપાળ ચરિત્ર શંખપુર નામે એક પ્રાચીન નગર હતું, જેના વૈભવને તે પાર જ ન હેતે.
લંકા નગરીની માફક જે નગરી અનેક પુણ્યજન-ભાગ્યશાળી જનથી ભરપુર હતી.
તેમાં શંખની માફક નિર્મલ આશયવાળે અને સત્યવાદી શંખનામે શ્રેષ્ઠી હતું,
આશ્ચર્ય માત્ર એટલું જ હતું કે, તેનું હૃદય બહુ સરસ હતું. યશોમતી નામે તેની સ્ત્રી હતી. વળી તે પ્રેમરસનું એક પાત્ર હતી અને ઉ૯લાસ માન લાવણ્યરૂપી રસ વડે કામરૂપી વૃક્ષને હંમેશાં સિંચતી હતી.
પિતાના સ્વામીની સેવામાં તત્પર રહેતી હતી, છતાં પણ કેઈક દેવને લીધે વિરક્ત થયેલા તેના પતિએ તેનો ત્યાગ કર્યો. અને ઉત્તમ રૂપવાળી બીજી સ્ત્રીને તે પરણે.
ત્યાર પછી તે નવીન સ્ત્રીએ કામણ કરી પિતાને પતિ બહુ ચતુર હતો, છતાં પણ તેને દાસની માફક પોતાને સ્વાધીન કર્યો.
નવીન સ્ત્રી ઉપર બહુ રાગી થયેલ તે શંખ શ્રેષ્ઠી જુની સ્ત્રીને દૃષ્ટિથી પણ દેખતે ન હતે. અથવા સર્વ લેકે એ સ્વભાવ જ હોય છે કે “નવીન નવીન વધુ પ્રિય લાગે છે.”
હવે યશામતી પિતાના પતિના અપમાનને લીધે બહુ દુઃખ પામવા લાગી, તેમજ તેની સપત્ની-શેક તરફથી તેની ઉપર તિરકારની વૃષ્ટિ થવા લાગી.
દાવાનલથી બળેલાની માફક યશોમતી હદયમાં અતિશય બળવા લાગી. જેથી તે વિચારવા લાગી. वर गेहत्यागो घरं गुरुविरागो भवसुखे,
वर वेडग्रासो वरमभिनिवासो वनभुवि । वर कठे पाशो वरमखिलनाशो मृगदृशां,
તુ ગ્રેચાન દષ્ટ થપિ સપત્નીવરાજતરી ૨ ||.