________________
કલાયાસ
૨૯
માના ચંદ્રની માફક મારો આ દેહ સર્વ કલાઓથી ભરેલું છે. પરંતુ તમે બંને જણ કેઈપણ રીતે મને ઉજજયંત પર્વત પર લઈ જાઓ. જેથી ઔષધિઓની યેજના કરી તમારે મનોરથ હું પૂર્ણ કરૂં.
સત્પાત્રને વિદ્યા આપવાથી મારું મન શાંત થાય પછી તમે નિવણ ક્રિયા કરાવે એટલે હું પરલોકમાં સધાવું.
એ પ્રમાણે વૃદ્ધમુનિનું વચન સાંભળી તે બંને પ્રસન્ન થયા અને ગામના મુખી મારફત પાલખી મંગાવી તેમજ તેને ઉપાડનાર માણસ તૈયાર કરાવ્યા પછી રાત્રીએ તેઓ સુઈ ગયા.
ક્ષણમાત્ર સુઈ રહી તેઓ જાગૃત થયા.
રૈવતાચલ ઉપર રહેલા પિતાને જોઈ તે બંને જણ મનમાં બહુજ આશ્ચર્ય પામ્યા અને વિચારમાં પડયા.
અરે ! તે ગામ અને આપણું તે સ્થાન કયાં ગયું? વળી તે વૃદ્ધ મુનિ કયાં ગયા? આપણું અને આ રૈવતાચલ ઉપર કયાંથી આવ્યા ? આ સર્વ આશ્ચર્યકારક બનાવ કયાંથી થયે?
એમ બંને મુનિએ વિચાર કરતા હતા તેટલામાં પ્રચંડ સૂર્યને નિસ્તેજ કરતા કાંતિમંડળથી વિરાજમાન કેઈક દેવી પ્રગટ થઈ બેલી,
હું શાસનદેવી છું. તમારા ભાગ્યથી ખેંચાયેલી હું કલાઓમાં લુબ્ધ થયેલું તમારું ચિત્ત જોઈ તે કલાઓ આપવા માટે અહીં આવી છું.
વૃદ્ધ મુનિને સમાગમ વિગેરે આ સર્વ પ્રપંચ તમને અહીં લાવવા માટે મેં જ કર્યો છે.
ખરેખર તીર્થ છે. આ તીર્થના નાયક શ્રીનેમિનાથ ભગવાન છે. અહીં દીવ્ય ઔષધિ તથા અતિફળદાયક મંત્રો રહેલા છે.
એમ કહી તુષ્ટ થયેલી તે શાસનદેવીએ રાજા અને દેવતાઓને વશ કરવામાં બળવાન અને પઠનમાત્રથી સિદ્ધ એવા ઘણું મંત્ર તેમને આપ્યા.
ત્યારબાદ તેઓને વશ થયેલી તે દેવીએ પર્વતના શિખરમાં,