________________
૧૪
કુમારપાળ અગ્નિ વિષ્ણુશર્મા પ્રણામ કરી બે
દેવી! પ્રાર્થના કરનારને તું કલ્પવૃક્ષ સમાન ફલદાતા ગણાય છે. છતાં તું આ પ્રમાણે બેલે છે, તે હવે મને જીવતે જોઈશ નહીં, - તેમજ હે વિ! જો પુણ્યથી લકમી મળે તે પછી તારો વૈભવ શા કામને
પશ્ચ ભેજનથી રોગની શાંતિ થતી હોય તે વૈદ્યને આશ્રય લેવાની શી જરૂર?
દેવ વિગેરેના પ્રસાદથી નિપુણ્યક જીવ પણ સંપત્તિ મેળવે છે. સ્પર્શમણિ–પારસમણિના સ્પર્શથી લેહ શું સુવર્ણ નથી બનતું?
હે સુરાંગને ! પ્રથમ તે સેવકજનેના મારથ કલ્પવૃક્ષની માફક પૂર્ણ કર્યા છે અને હવે તું કૃપણુતાનું શરણ લે છે, એથી તું કેમ લજજા પામતી નથી?
અચેતન એવા કલ્પવૃક્ષાદિ પણ ઇષ્ટ વસ્તુ આપે છે, તે હે સચેતને! તું બેલ મારા મનોરથ કેમ પૂર્ણ કરતી નથી ?
માટે હે દેવી ! કૃપા કરી ઉત્તમ પ્રકારનું એક ચિંતામણિરત્ન આપ. જે રત્નના પ્રભાવથી કુબેરના સરખો હું વૈભવશાળી થાઉં.
જે મને તું રત્ન નહીં આપે, તે અવશ્ય મારૂં મરણ તું જોઈ લે.
એમ કહી તરત જ તે વિષ્ણુશર્માએ ચકચકાટ ધાર વાળી તરવાર લઈ કમાંડ-કેળાની માફક પિતાનું મસ્તક છેદવાની તૈયાર કરી.
તેટલામાં તેના અપૂર્વ સાહસથી એકદમ તે દેવી પ્રસન્ન થઈ અને સાક્ષાત્ પિતાના પુણ્યની જેમ દેવીએ તેને એક દિવ્યમણિ આપે. અને પછી તરત જ તે દેવી જળના રેલાની જેમ અદશ્ય થઈ ગઈ.
વિષ્ણુશર્માએ પણ પોતાનું કાર્ય સિદ્ધ થયું એટલે ત્યાંથી ઘેર જવાની તૈયારી કરી.
વહાણમાં બેસી બહુ ઝડપથી સમુદ્ર માગે તે ચાલવા લાગે.