________________
૨૨
કુમારપાળ ચરિત્ર
આ સમયના અમારા સરખા મંદબુદ્ધિવાળાઓને સર્વથા ધિક્કાર છે કે, જેઓ ગુરુઓને અતિશય કલેશ ઉપજાવે છે અને કઈ પણ તેઓ સમજતા નથી. માટે
હું જો કે વિદ્વાન થયે છું, તે પણ દરેક વિદ્યામાં નિપુણ એવા કાશ્મીર દેશમાં જઈને મારા સરસ્વતીને પ્રસન્ન કરવી.
એમ નિશ્ચય ધારી સેમેચંદ્ર તે વાત પિતાના ગુરુને કહી.
ગુરુએ જ્ઞાનના અતિશયથી સરસ્વતી દેવીનું સન્મુખ આગમન જાણ તે વાત કબુલ કરી.
ત્યારબાદ સેમચંદ્ર મુનિએ ગુરુની આજ્ઞા લઈ આનંદપૂર્વક શુભ સિસે કાશ્મીર દેશમાં જવા માટે ઉજજયંતાવતાર નામે ચૈિત્યમાં પ્રસ્થાન કર્યું. દેવી સાક્ષાત્કાર
ત્યાં પ્રથમ મંત્ર સ્નાન કરી તિર્મય પરમાત્માનું સ્મરણ કરતા તે મુનિ તેજ રાત્રિએ સરસ્વતીનું ધ્યાન ધરી દઢાસને એકાંતમાં બેઠા.
સર્વ જગતને અભય આપનાર, ડાબામાં પુસ્તક અને જમણા હાથમાં અક્ષમાલા ધારણ કરનાર, ભક્તજનેને વાંછત વર આપનાર, કપૂરના રાશિ સમાન ઉજવલ કાંતિવડે દિમંડલને દીપાવતી
પ્રફુલ્લ એવા કમલ પત્ર સમાન નેત્રની કાંતિવડે નિરીક્ષણ કરતી અને,
તેજોમય એવી સરસ્વતી દેવીનું હૃદયમાં ધ્યાન કરતા સોમચંદ્રના ધ્યાન બળથી ન હેય બેંચાયેલી તેમ દેવી ક્ષણમાત્રમાં પ્રત્યક્ષ થઈ,
બ્રહ્માની પુત્રી સાવિત્રીની માફક સ્નેહા દષ્ટિપાતવડે પ્રસાદને જણાવતી હોય, તેમ તે દેવી મુનિને કહેવા લાગી.
વત્સ! તું મને પ્રસન્ન કરવા માટે કાશ્મીરદેશમાં જઈશ નહીં, હાલમાં હું તારી ભક્તિ અને ધ્યાનવડે અહીં પણ પ્રસન્ન થઈ છું.
અધુના મારા પ્રસાદવડે સારસ્વત મંત્ર તને સિદ્ધ થયેલ છે. એમ કહી તે દેવી તરતજ વિજળીની માફક અદશ્ય થઈ ગઈ.