________________
૨૪
કુમારપાળ ચરિત્ર સર્વ સંતાપને શાંત કરનાર તે લક્ષમી શુકલ પક્ષના ચંદ્રની કલા જેમ બહુ વધતી ગઈ.
તે જોઈ શ્રેષ્ઠ માર્ગમાં રહેલા ફલથી ભરપૂર વૃક્ષની માફક સર્વ લોકોને ઉપકાર કરતે છતે લક્ષ્મીદેવીનું અસ્થિરપણું જાણતે હેય ને શું? તેમ પિતાની લક્ષમીને સાર્થક કરતે હતે.
વેપારમાં રેકેલું ધન કેઈ વખત નાશ પામે, એમ જાણ તેણે ઘણું દ્રવ્ય પૃથ્વીમાં દાવ્યું;
એક સ્થળે ભંડારેલું ધન મળે તે બધુ મળે, નહીં તે એક સાથે સર્વ ચાલ્યું જાય, એમ સમજી ફરીથી તેણે ભિન્ન ભિન્ન ઘણા સ્થામાં બહુ ધન ગુપ્ત રીતે ભંડાર્યું. એમ કરતાં તેને ઘણો સમય સુખમાં પ્રસાર થયે.
તેવામાં તેને અભાગ્યના વેગને લીધે જ કૃષ્ણ પક્ષના ચંદ્રની કલા જેમ સંપત્તિઓ ક્ષીણ થવા લાગી.
ઘર, દુકાને અને વેપારમાં રહેલી લમી દિવસે દિવસે ગ્રીષ્મતુમાં નદીની માફક અનુક્રમે વિનાશ પામી અને લક્ષ્મીને નાશ થવાથી તેના ગુણે પણ નાશ પામ્યા કારણ,
દિ નષ્ટ થયા પછી તેને પ્રકાશ કયાંથી પ્રસરી શકે?
વળી લક્ષ્મી એ સ્ત્રી જાતિ છે, તે પણ તેની શકિત બહુ ચમતકારી હોય છે, કારણ કે જેણીના આવવાથી ન હોય છતાં પણ સમસ્ત ગુણ પ્રાપ્ત થાય છે અને તે શકિત જ્યારે ચાલી જાય છે, ત્યારે ક્ષણમાત્રમાં સર્વ ગુણે ચાલ્યા જાય છે.
હવે તે ધનદ શ્રેષ્ઠી એકદમ બહુ દુઃખમાં આવી પડે. અને એટલું બધું દારિદ્ર તેને વીંટાઈ વળ્યું કે ભેજન માત્રને પણ સર્વથા સંદેહ થઈ પડે.
પછી તેને વિચાર થયે કે આ દુરંત સંકટના સમયમાં પ્રથમ દાટેલા ભંડાર આ સમયે ઉપયોગી નહીં થાય, તે તેઓ શા કામમાં આવશે, એમ જાણી શેઠ અને પિતાને દિકરે બંને જણ પોતે તૈયાર થઈ સર્વ નિધિસ્થાને દવા લાગ્યા,