________________
૨૦
કુમારપાળ ચરિત્ર માટે હે ભદ્ર! પવિત્ર બુદ્ધિમાન આ બાલક તું અમને આપી દે, જેથી આ બાલક આચાર્યપદ ધારણ કરી સર્વ જગતમાં જૈનધર્મનું સામ્રાજ્ય પ્રગટ કરે. તારા ઘરની અંદર રહેલે આ બાલક કોઈ ઠેકાણે પ્રખ્યાત થશે નહી અને જે તે આચાર્ય થશે તે સર્વ જગતમાં શ્રી જિનશાસનની હિયાતિ સુધી તેની ખ્યાતિ રહેશે.
આ પ્રમાણે ગુરુની વાણી સાંભળી ભક્તિ ભાવથી આકર્ષિત થયેલી પાહિની બેલી
ભગવન! આપનું કહેવું સત્ય છે, પરંતુ આ બાબત એ ના પિતાને તમારે કહેવી જોઈએ.
પછી સૂરીશ્વરે ચાચિંગ શેકીને બહુ બધ આપીને સમજાવ્યું અને તેના કુળની લક્ષમીને સર્વસવની માફક તેની પાસેથી ચંગદેવને લઇ લીધો.
તેજ વડે સૂર્ય સમાન તે ચંગદેવને લઈ દેવચંદ્રસૂરિ ત્યાંથી વિહાર કરી સ્તંભતીર્થ–ખંભાત ગયા,
બૃહપતિ સમાન તે બાળકની અતિશય બુદ્ધિ જેઈ સૂરીશ્વરે સંભાવના કરી કે, આ બાલક શાસરૂપી સાગરને પાર ગામી થશે.
માણિકય રત્નમાં તેજસ્વિતા અને પુષ્પમાં સુગંધતાની માફક શાસ્ત્રમાં પ્રવેશ કરવાથી તે બાળકની અંદર અદ્દભુત ચતુરાઈ પિતાની મેળે જ વિલસી રહી છે.
એમ વિચાર કરી દેવચંદ્રગુરુએ જિનશાસનને પૂર્ણ રાગી અને શ્રીમાલ વંશમાં જન્મેલા ઉદયન નામે મંત્રીને પિતાની પાસે બોલાવી કહ્યું કે, '
મંત્રિ! ચાર્જિંગશ્રેષ્ઠીને આ પુત્ર છે. એનું નામ ચંગદેવ છે અને તે દીક્ષા ગ્રહણ કરવામાં બહુ ઉત્સાહ ધરાવે છે. એની બુદ્ધિ બહુ સ્થિર છે તેથી તે દીક્ષા લઈ જિનશાસને ઉદ્યોત કરનાર થશે.
માટે એનો દીક્ષા મહોત્સવ તારે કરવાનો છે, એ વાત પિતાને