________________
હેમચંદ્ર જન્મ તારે થશે. સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ જે ચિંતામણિ તે ગુરુ મહારાજને આપે તેથી હું જાણું છું કે તારે પુત્ર આચાર્ય થઈને જૈન શાસનને મહિમા ફેલાવશે.
એ પ્રમાણે અમૃત સમાન મને હર ગુરુની વાણી સાંભળી પાહિની શેઠાણીએ ગુરુ મહારાજ ! આપની વાણી સત્ય થાઓ, એમ કહીને શકુન ગ્રંથી બાંધી પિતાને સ્થાનમાં આવી.
તેજ રાત્રિએ તેની કુક્ષિમાં એક પુણ્યશાળી જીવ સાવરમાં રાજહંસ જેમ અવતર્યો. અનુક્રમે ગર્ભને સમય પૂર્ણ થયો એટલે તેણીએ સર્વલેકેને ઈષ્ટ એવા ક૯૫વૃક્ષને મેરૂગિરિની ભૂમિ જેમ ઉત્તમ પુત્રને જન્મ આપે.
તે સમયે આકાશવાણી થઈ કે આ પુત્ર તત્વને જાણકાર થશે અને શ્રી જિનેશ્વરભગવાનની માફક તે જૈન ધર્મનું સ્થાપન કરનાર મુખ્ય આચાર્ય થશે.
ત્યારબાદ પિતાના વૈભવ પ્રમાણે ચાચિંગ શ્રેણીએ પુત્રને જમેન્સવ કરીને ચંગદેવ એ પ્રમાણે તેનું નામ પાડયું. - પુત્રની ઉમર બહુ નાની હતી, છતાં તેની બુદ્ધિ અગાધ હતી. જેથી સર્વ લોકેમાં તેને અતિશય મહિમા બહુ પ્રસરી ગયો. ઉદય પામતા સૂર્યની અદ્દભુત કાંતિ વિશ્વાતિશાયી શું નથી હોતી ?
એક દિવસ મોઢ ચૈત્યમાં દેવચંદ્રઆચાર્ય પધાર્યા હતા. તે સમયે ચંગદેવને સાથે લઈ પાહિની ત્યાં દર્શનાર્થે આવી.
ગુરુમહારાજ ચૈત્યની પ્રદક્ષિણા કરી દેવચંદન કરે છે, તેટલામાં બાલપણાને લીધે ચંગદેવ ગુરુના આસન ઉપર બેસી ગયે.
તે જોઈ સૂરિએ તેની માતાને કહ્યું-ભદ્રે ! આ વાત તને સાંભરે છે કે સ્વપ્નમાં ચિંતામણિ લઈને તે ગુરુને આપે.
હાલમાં આ તારા પુત્રે પોતાની મેળે જ તેવું ગ્ય કાર્ય કરી લીધું, કારણ કે પુણ્ય પ્રભાવથી પ્રાપ્ત થયેલું સ્વપ્ન પ્રાયે નિષ્ફળ થતું નથી.