________________
હેમચંદ્ર જન્મ
૧૭ ત્યાં ગુરુ મહારાજને વંદન કરી પોતાના પાપનું તેણે નિવેદન કર્યું અને આંખમાંથી અશ્રુ વરસાવતે બેલે,
હે સૂરીશ્વર ! આવા ભયંકર પાપનું પ્રાયશ્ચિત્ત મને આપો. જેથી મારે ઉદ્ધાર થાય.
તે સાંભળી ખુલ્લી રીતે સૂરિએ કહ્યું.
હે નરેશ! હવે તું સાવધાન થઈ સાંભળ. સર્વ પાપની અપેક્ષાએ પ્રાણને વધ કરે તે મોટું પાપ ગણાય છે.
તેમાં પણ જે પંચંદ્રિયને વધ કરે તે અધિક પાપ છે. કારણ કે જે પચેંદ્રિયના વધથી પર્વતના શિખર પરથી પડેલા પાષા
ની જેમ પ્રાણ અધોગતિને પામે છે. માટે આ પાપથી છુટવા માટે તારે ચરિત્રધર્મ પાળ પડશે. તે સિવાય તારી મુક્તિ થવાની નથી. અમૃતપાનને ત્યાગ કરી વિષભક્ષણથી મનુષ્ય જીવી શકે ખરો ?
એ પ્રમાણે ગુરુ મહારાજનું વચન સાંભળી યશોભદ્ર વૈરાગ્ય પાયે અને પિતાના અમૂલ્ય હારથી એક જિનમંદિર બંધાવીને શ્રીદર ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી.
બાદ તે યશભદ્ર મુનિએ તેજ દિવસે ગુરુની આગળ છ વિકૃતિવિગઈને ત્યાગ કર્યો. અને દેહાંત સુધી એકાંતર ઉપવાસને અભિગ્રહ લીધે.
વળી તે મુનીશ્વર સર્વ સિદ્ધાન્તને અભ્યાસ કરવા લાગ્યા, અને દુશ્ચર તપ કરવા લાગ્યા. અનુક્રમે ગીતાર્થ થયા બાદ યોગ્યતા જાણી સૂરીશ્વરે તેમને પોતાની પદવી આપી–સૂરિપદ આપ્યું.
યશોભદ્રસૂરીંદ્ર અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને નિવૃત્ત કરતા ભવ્યાત્મરૂપ કમળને વિકાસ આપતા સૂર્યની માફક દીપવા લાગ્યા ?
તે સૂદ્ર પોતે જ્ઞાનને અતિશયથી પિતાનું મરણ જાણી દશ ઉપવાસ કરી શ્રી રૈવતકાચલ ગિરિ ઉપર સ્વર્ગવાસ પામ્યા.
તેમની પાટે વિશાળ બુદ્ધિમાન પ્રદ્યુમ્નસૂરિ થયા. જેમણે પિતાના સમાન નામના રેષથી જેમ પ્રદ્યુમ્ન-કામને છ હતો.