________________
યશોભદ્ર રાજા
૧૫ સમુદ્રમાં ચાલતાં રાત્રી પડી એટલે અંધકારથી ઘેરાયેલે નાવિક લોકોને માર્ગ પ્રગટ કરવાને જેમ પૂર્ણિમાને ચંદ્ર ઉદિત થયે.
સમુદ્ર પિતાના પુત્ર ચંદ્રને જઈ તેને આલિંગન કરવાની ઈચ્છા વાળે હેયને શું? તેમ પિતાના હાથની માફક ચંચળ તરંગોને ઉચે પ્રસરવા લાગે.
વિશેષ કાંતિમય ચંદ્રને જાઈ વિષ્ણુશર્માએ જાણ્યું, કે આ મારો મણિ તે નહીં હૈય? એમ ધારી તેણે તે મણિને જોવા માટે પિતાના હાથમાં લીધું અને તે મણિ તથા ચંદ્રબિંબને વારંવાર તે હતે, તેવામાં તેને હાથ વહાણની બહાર હોવાથી તે મણિ સમુદ્રમાં પડી ગયા.
પિતાના જીવિતની માફક તે ચિંતામણી પડી જવાથી તે બ્રાહ્મણ તત્કાળ મૂર્શિત થઈ ગયે. એમાં કંઈ આશ્ચર્ય નથી.
કેટલીક વાર પછી તે કંઈક શુદ્ધિમાં આવે એટલે પિતાની મૂઢતાને વારંવાર ધિકકારવા લાગે અને બહુ દુઃખને લીધે લુંટાએલાની માફક અનહદ શેક કરવા લાગ્યું.
હે ભવ્યાત્માઓ! જેમ તે મૂઢ બ્રાહ્મણે સમુદ્રમાં ચિંતામણિ ગુમાવ્યો, તેમ ધર્મ વિનાને મનુષ્ય ખરેખર માનવભવ નિષ્ફળ
ગુમાવે છે.
માટે હે યશભદ્ર! સર્વ સંપત્તિઓના સાધનભૂત આ માનવભવ પામી પોતાના કલ્યાણ માટે સારી રીતે તું સુકૃત સંપાદન કર. યશોભદ્ર રાજા
એ પ્રમાણે ગુરુમહારાજના ઉપદેશથી સુગંધથી જેમ તેનું હૃદય સુવાસિત થયું. જેથી તે તત્વની માફક ધર્મને માનવા લાગ્યો.
પિતાનું હિત ક માણસ ન માને ! અર્થાત્ સર્વને સ્વહિત તે પ્રિય જ હોય.
ગુરુ મહારાજના વિહાર કર્યા બાદ પણ નિર્ધન માણસ જેમ નિધાનને તેમ ગુરુમહારાજે કહેલાં ધર્મને તે યશભદ્ર સારી રીતે પાલતે હતો.