________________
કુમારપાળ ચરિત્ર અન્યદા થશેભદ્ર મયૂરના ટૌકારથી મનેહર વર્ષા ઋતુના પ્રારંભમાં પોતાનાં ક્ષેત્ર જેવા માટે ઘેરથી નીકળ્યો.
ક્ષેત્રમાં જઈ તે તપાસ કરવા લાગ્યો, તેવામાં ત્યાં પોતાના ચાકરે ઘાસ વિગેરેનાં મુળી બાળતા હતા, તેની અંદર બળ ગયેલી એક ગર્ભવતી સર્પિણી તેના જવામાં આવી. તેથી તે બહુ પત્તાપ કરવા લાગે.
' તેના મનમાં આવ્યું કે જે મનુષ્યો આવાં ક્ષેત્રોના નિષિદ્ધ કામ કરાવે છે, તેઓ ધિક્કારને પાત્ર છે. કારણ કે તેની અંદર આવા પંચેન્દ્રિય પ્રાણીઓને વધ થાય છે. એ બહુ ખેદની વાત છે.
એક જીવને વધ કરવાથી પણ પ્રાણીઓની કેઈપણ સમયે મુકિત થતી નથી, તે અનેક જીવને વધ થયે છતે અરેરે હવે મારી શી ગતિ થશે?
મનુષ્ય પોતાના કુટુંબના પિષણ માટે આરંભ સમારંભ કરે છે, પરંતુ તજજન્ય દોષથી તે ફક્ત એકલ નરકાવાસમાં બહુ હેરાન થાય છે.
મારા સરખા અતિશય પાપ કરનારા પ્રાણીઓની વધારે સંખ્યા આ દુનિયામાં ન હોય તે આ સમગ્ર નરક રથાને ભરાયેલાં કયાંથી રહે ?
જિતેંદ્ર ભગવાનના સિદ્ધાન્તમાં નરકસ્થાન સાત જ કહેલાં છે, તો તે સાત ભૂમિમાંથી આવા પાપ કરનારા અમે કઈ ભૂમિમાં, ઉત્પન્ન થઈ શું?
વળી જે મનુષ્ય સમસ્ત આરંભનો ત્યાગ કરી જિનેદ્ર ભગવાને કહેલા દીક્ષા વ્રતને ગ્રહણ કરી, પાપ રહિત જીવન ગાળે છે, તેઓએ ધન્યવાદ ઘટે છે અને વિવેકી પણ તેઓ જ છે.
એ પ્રમાણે વિચાર કરી યશોભદ્ર કંઠમાં હાર પહેરી જૈન ધમી પિતાના મંત્રીને સાથે લઈ હિંડવાણુક ગામમાં વિરાજમાન થયેલા પિતાના ગરુની પાસે ગયે.