________________
Av
નિધનતાથી અધમતા
૧૩ મંદ ભાગી પુરુષ પણ તે દેવીએ આપેલા દીવ્યરત્નના પ્રભાવથી ઉત્તમ પ્રકારના વૈભવ મેળવી રાજા મહારાજાની માફક હંમેશાં આનંદ ભગવે છે.
આ પ્રમાણે વૃદ્ધ બ્રાહ્મણના ઉપદેશથી વિષ્ણુશમાં બ્રાહ્મણ પણ મનના સરખી ગતિવાળા વહાણમાં બેસી સમુદ્રમાર્ગે ચાલતે થયે, જે
અનુક્રમે તે રત્નદાયિની દેવી પાસે ગયો અને તેને પ્રસન્ન કરવાને આદરવાન થયે.
પ્રથમ સ્નાન કરી ધોયેલાં શુદ્ધ વપવસ્ત્ર ધારણ કરી સુવાસિત પુપથી દેવીનું પૂજન કર્યા બાદ હાથ જોડી તે બોલ્ય
હે દેવિ ! તું કલપેવેલીસમાન દારિદ્રને દૂર કરનારી છે. એમ સાંભળી લક્ષ્મીની પ્રાપ્તિ માટે બહુ ભક્તિપૂર્વક હું તારી પાસે આ છું. | માટે મારી ઉપર તું તેવી રીતે પ્રસન્ન થા, કે જેથી હું સર્વ સંપત્તિઓને નિધાન બનું. નહિ તે પત્થરના ટુકડાઓ માફક મારા પ્રાણે હું તારી ઉપર છોડી દઉં છું.
એમ કહી વિષ્ણુશમાં દેવીની આગળ એક ચિત્તે ગદ્રની માફક નિશ્ચલ આસને બેઠો અને દેવીનું ધ્યાન કરવા લાગે.
એમ ધ્યાન કરતાં તેને એકવીસ દિવસ થયા એટલે વિજળીની માફક ભવ્ય કાંતિમય તે દેવી પ્રગટ થઈ, તેને કહેવા લાગી
રે વિપ્ર ! તું શા માટે પ્રયત્ન કરે છે?
પૂર્વભવમાં તે કેઈપણ પ્રકારનું ઉત્તમ પુણ્ય ઉપાર્જન કર્યું નથી.
બીજ વિના અંકુરાઓની માફક પુણ્ય વિના ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી.
માટે જલદી અહીંથી તું ઉથા મારા મંદિરમાંથી બહાર ચા જા, નહિ તે હેફાની માફક ઉપાડી તને હું સમુદ્રમાં ફેંકી દઈશ.