________________
ચંદ્રગચ્છ સૂરિ અન્યદા વિહાર કરતા કરતા વાગડ દેશમાં સર્વ સમૃદ્ધિથી ભરપુર એવા વટપદ્ર નામે નગરમાં ગયા.
ત્યાં સજજને સુખદાયક યશોભદ્ર નામે રાજા રાજ્ય કરે છે, જેના પાસમાં હંમેશાં અનેક રાજાઓ વિરાજમાન હોય છે,
તે યશોભદ્ર રાજાના મહેલની પાસે દેષ રહિત એક ઉપાશ્રયમાં નિવાસ કરી શ્રી દત્તસૂરિ ભવ્યજનેને ધર્મોપદેશ આપતા હતા.
તે વાત યશોભદ્ર રાજાના જાણવામાં આવી અને તેણે જાણ્યું કે સાક્ષાત્ પુણ્યમૂતિ સૂરીશ્વર પધાર્યા છે, એમ સમજી તે ત્યાં ગયે અને ગુરુમહારાજને વંદન કરી ગ્ય સ્થાને બેઠે.
આ રાજા ધર્મોપદેશને લાયક છે એમ માની શ્રીદત્તસૂરિએ સર્વ શેકને દૂર કરનાર શ્રીનિંદ્ર ભગવાને પ્રરૂપેલા ધર્મોપદેશને પ્રારંભ કર્યો.
હે ભવ્યાત્માઓ! નરક સ્થાનમાં પડતા પ્રાણિઓને અપાર સમુદ્ર માં તરવાને વહાણની માફક ધર્મ એ જ આશ્રય છે.
સંસારમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓના માતા, પિતા, બંધુ, સ્વામી, મિત્ર અને અંગરક્ષક–સેવક પણ ધર્મ કહ્યું છે.
અતિ ખેદ જનક છે કે, જેઓ ધર્મ કર્યા સિવાય રાજ્યાદિક સંપત્તિઓની આશા રાખે છે, તેઓ વૃક્ષને નિમૂલ કરી ફલ ખાવાની કલ્પના કરે છે.
જ્યાં સુધી પ્રબળ પુણ્યરૂપી વર્ષા ઋતુને મેઘ વૃષ્ટિ કરતે નથી ત્યાં સુધી પ્રાણિઓને મને રથરૂપી વૃક્ષ લાંબી મુદત ટકી શકતા નથી.
જે મૂઢપ્રાણી દુર્લભ એ મનુષ્યભવ પ્રાપ્ત કરી ધર્મને આરા ધતું નથી, તે મનુષ્ય વિપ્રની માફક મહાકષ્ટથી પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને સમુદ્રમાં ખરેખર પાડી નાખે છે. વિપ્રવિણુશર્મા
નિર્ધનતાને દેશવટો આપનાર લક્ષ્મીનું મૂલસ્થાન અને ગોદાવરી નદીના કાંઠાને સંપૂર્ણ દીપાવનાર પ્રતિષ્ઠાનપુર નામે એક નગર છે.