________________
વંશવર્ણન
ત્યારબાદ તેની ગાદીએ ન્યાયરૂપી બગીચાને પ્રફુલ્લ કરવામાં મેઘ સમાન દુર્લભરાજ નામે રાજા થયે,
_જેણે લાટ દેશના રાજાને પરાજ્ય કરી પૃથ્વી સહિત તેની સંપત્તિ પોતાને સ્વાધીન કરી.
તેને પુત્ર ભીમદેવ નામે રાજ્યાધિપતિ થયે,
જેના મહિમારૂપી હિમનું આગમન થયે છતે ભેજરાજ કમળની માફક ગ્લાની પામ્યું હતું, તે એગ્ય છે.
ભીમદેવને બે સ્ત્રીઓ હતી. બન્નેને એકેક પુત્ર હતું. મેટાનું નામ ક્ષેમરાજા અને નાનાનું નામ કર્ણરાજ હતું.
વળી તે કર્ણરાજા પરાક્રમમાં કર્ણ સમાન હતું. પિતાના પિતાએ દશરથ રાજાની પેઠે તેની માતાને પ્રથમ વચન આપેલું હતું, જેથી ક્ષેમરાજે પિતાના લઘુ બંધુ કર્ણરાજને રાજ્યપદ આપ્યું.
ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ નામે મહાન ઉદયથી વિરાજમાન અને દેવની માફક સેવક જનેને બહુ પ્રિય હતે.
ભક્તિથી ઉલ્લસિત છે હૃદય જેનું એવા તે દેવપ્રસાદને આજીવિકા માટે કર્ણાજાએ પ્રસન્ન થઈ મૂર્તિમાન પોતાના પ્રસાદની માફક દધિસ્થલીનું રાજ્ય આપ્યું.
ત્યાંના વહિવટર્તા દેવપ્રસાદને એક પુત્ર થયે, જેનું નામ ત્રિભુવનપાલ હતું. વળી તે બહુ વિનયી હતે. શત્રુઓ તેને કાળ સમાન દેખતા હતા.
કર્ણ રાજાને મયણલ્લા નામે રાણી હતી. જેની કુક્ષિરૂપ શુકિતક (છીપ) માંથી મૌક્તિક સમાન જયસિંહ નામે પુત્ર થયે. તે બહુ ન્યાય માગને પ્રવર્તક રાજા થયે,
તે જયસિંહ રાજાએ બાર વર્ષ સુધી પ્રચંડ સૈન્યના સમુદાય વડે યુદ્ધ કરી પિતાના પટ્ટહાથીવડે નગરનું પૂર્વતાર તેડીને ધારા નગરી છિન્નભિન્ન કરી નાખી. પશ્ચાત તેણે નરવર્મા રાજાને બાંધી તેને પાદાગ્રની ચામડીથી બનાવેલા કેશ (મીયાન) માં પિતાને પગ બંધ કરી પોતે કરેલી દરેક પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરી હતી.