________________
વંશવર્ણન
તેમ જે રાજાને વિષે અવિશ્રાંતપણે સ્થિરતા પામ્યા હતા.
વળી રણસંગ્રામમાં નિપુણ બુદ્ધિવાળા જે ચુલુકયરાજાએ પ્રાણઓને ભયંકર ત્રાસ આપવામાં દૈત્ય સરખા શત્રુઓના સમૂહને તીક્ષણ બહૂગવડે નિમૅલ કરી ભૂમંડલને નિર્ભય બનાવી.
મધુપડ્ઝ નામે નગરમાં સ્વર્ગ ભુવનને ઉપહાસ કરનારી છે લક્ષમી જેની એવું રાજ્ય સ્થાપન કર્યું હતું.
તેના નામથી વિશ્વવિખ્યાત, નરરત્નના આક–જન્મસ્થાન અને અનેક વિબુધની શ્રેણીથી વિરાજમાન ચૌલુક્ય એ પ્રમાણે પ્રસિદ્ધ વંશ થયે.
તેના વંશમાં એક બીજાની ઈર્ષ્યાથી પ્રવૃત્ત થતા ધર્મ, અર્થ અને કામના સંસર્ગથી મનહર વૈભવવાળા
તેમજ જગતમાં વખાણવા લાયક પરાક્રમવાળા ઘણા રાજાઓ થયા.
ત્યાર પછી તેમાં અનુક્રમે શ્રી વિક્રમસિંહ નામે રાજા થયે, જેણે મહેશ્વર–શકર થકી સુવર્ણસિદ્ધિ મેળવીને અનેક દાનોથી ભૂમંડળને કણ–દેવા રહિત કરી સમુદ્રપર્યત પિતાને સંવત્સર પ્રવર્તાવ્યો હતે.
તેને પુત્ર હરિવિક્રમ નામે વીરપુરુષમાં ચૂડામણિ સમાન મહાપરાક્રમી થયે.
જેણે પોતાની કીર્તિરૂપ કેતક–કેવડાના સુગંધવડે દિશાઓને સુગંધિત કરી હતી
તે પ્રભાવિક રાજાથી અનુક્રમે વિસ્મયકારક પ્રભાવવાળા પંચાશી રાજા વિરાજમાન થયા..
- જેમના પ્રતાપરૂપ અગ્નિને બહુ પરાક્રમી શક કતાં રાજાઓ પણ સહન કરી શક્યા નહી.
તેના વંશમાં ખરદૂષણું–નામે રાક્ષસ=કઠિન દૂષણને ઉછેદ કરનાર અને ન્યાયને એક નિવાસ સ્થાન રામના સરખા રામરાજા થયે.