________________
૩૨
કર્યો ને તેય અને માત્ર દુન્યવી માયા જાળમાં જ રમણ કર્યું હોય એવા એક પક્ષી ભાઈઓ ભલે ચમત્કારને ન માને પણ એથી ચમત્કારનું અસ્તિત્વ અને મહત્તા ઝાંખાં પડતાં નથી.
ચમત્કાર નામની વસ્તુ હૈયાતી ધરાવે છે, એ વાત તો નિર્વિવાદ છે, જેમણે અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કર્યો હોય છે, મન ઉપર કાબુ મેળવ્યો હોય છે, એવા મહાશયો આજે પણ ચમત્કારને જોઈ શકે છે અને બતાવી શકે છે.
મારે તે સ્પષ્ટ અભિપ્રાય છે કે, આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ હયાત છે. આ વાત કલ્પિત નથી પણ અનુભવ જન્ય છે.
આવા ચમત્કારો માત્ર જૈન ધર્મમાં જ છે એવું કાંઈ નથી, જે જે ધમમાં સંયમવાનું મહાપુરુષો થઈ ગયા છે, તેમણે પોતાના ભક્તોને અને વિરોધીઓને ચમત્કાર બતાવ્યા છે.
શ્રી શંકરાચાર્યજીએ અમરક રાજાના મૃતક દેહમાં પ્રવેશ કર્યો. પાડીને મુખે વેદ બોલાવ્યા. શ્રી રામાનુજાચાર્યે સહસ્ત્ર મુખે શાસ્ત્રાર્થ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું, નરસિંહ મહેતાને વિષ્ણુ ભગવાને હાર પહેરાવ્યો, મામેરૂં પુયું, હુંડી સ્વીકારી વગેરે ચમકારે ઘણા જ જાણીતા છે. આવા ચમકારે થઈ શકે છે એમ હું તો માનું છું.
જેમણે ચમત્કારના માર્ગમાં પ્રવેશ કર્યો ન હોય તેવાઓ ગમે તેમ બોલે તેથી શું ? ભગવાન હેમચંદ્રાચાર્યજીએ જેવા ચમત્કાર બતાવ્યા હતા, તેવા ચમત્કારો સંયમવાનું પુરુષ હમણાં પણ બતાવી શકે છે. કેઈક સંગે ઉત્પન્ન થયા ત્યારે જ આવા ચમત્કારે બતાવવામાં આવે છે.
યૂલ સૃષ્ટિના અભ્યાસીઓ સાયન્સના જોઈ શકે છે એમ જ સૂક્ષ્મ સૃષ્ટિના અભ્યાસીઓ સૂક્ષ્મ ચમત્કારો જોઈ શકે છે અને કરી શકે છે. સ્કૂલ સૃષ્ટિના માનવીઓ સુક્ષ્મ સૃષ્ટિમાં માથું મારે તે જરૂર નિરાશા જ મેળવે.
ભગવાન હેમચંદ્રાચાર્યજીએ મહારાજા કુમારપાળને જૈન ધર્મમાં આ અને જૈન ઘર્મને રાષ્ટ્ર ધર્મ બનાવ્યો. રાજાની પ્રજાને માત્ર માનવ જાતિ જ નથી. પશુ પક્ષીઓ પણ રાજાની પ્રજા છે.
જે ધર્મ પ્રાણીમાત્રનું હિત જાળવે અને ન્યાય અપાવે, તે જ રાષ્ટ્રમ થઈ શકે છે. એ માત્ર એકજ ધમ છે અને તે જૈનધર્મ મહારાજા કુમારપાળ પાસે અમારી પડતુ પ્રાણી માત્રથી રક્ષાનું ફરમાન બહાર પડાવીને માનવ જાતિની સાથે પશુ પક્ષીઓ વગેરે બીજાં સધળાં પ્રાણીઓને રક્ષણ અપાયું હતું.