________________
કુમારપાલ ઉપર શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપકાર મહાન હતા. શ્રી હેમચંદ્રા ચાર્યજીની સહાય ન હેત તે કુમારપાલની કોણ જાણે કેવી યે સ્થિતિ સિદ્ધરાજ સિંહે કરી હત.
કુમારપાલ ગુણર ન હતે પણ ગુણગ્રાહી હતો. એણે ભગવાન હેમચંદ્રાચાર્યજીના ઉપકારે યાદ રાખ્યા અને જૈન ધર્મ પાળીને પિતાનું વચન મરણાંત સુધી બરાબર પાળ્યું. મહારાજા કુમારપાલના સમયમાં જૈનધર્મ ફાલ્ય ફૂલો અને ખૂબ વૃદ્ધિ પામે.
ગુજરાતના સમગ્ર જૈન, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજીએ અમારી પટહ વગડાવ્યા હતા, એને સૌથી મહાન પરાક્રમ લેખે છે. શ્રી હેમચન્દ્રાચાર્યજીના ઉપદેશથી આખા ગુજરાતમાં શિકાર કરવાની અને બીજી રીતે જીવહિંસા કરવાની મનાઈ થઈ હતી.
સર્વજ્ઞ પ્રાણી રક્ષાનું સામ્રાજ્ય પ્રવત્યું હતું. એ સમય વીત્યા પછી આજ સુધીમાં ગુજરાતમાં ફરી અહિંસાને એવું સર્વોત્તમ સ્થાન કેઈ અપાવ્યું નથી. અલબત અકબર બાદશાહના સમયમાં હીરવિજયસૂરિએ અહિંસાને પ્રચાર કરવા માટે કેટલાક શુભ પ્રયાસ કર્યા હતા અને તેનું રૂડું પરિણામ પણ આવ્યું હતું, પણ તે મહારાજા કુમારપાળના સમય જેવું તે નહિ જ!
કેટલાક કહે છે કે, શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી ગુજરાતમાં પ્રાણી રક્ષાને પ્રચાર થયો પણ લેકે શસ્ત્ર વાપરતા બંધ થયા, તેથી બાયલાપણું ફેલાયું એને જ પરિણામે ગુજરાતની પડતીનાં પગરણ શરૂ થયાં.
આ એમનું કથન અસ્થાને છે. પ્રાણીની હિંસા કરવામાં જેટલી બહાદૂરીની જરૂર પડે છે તેના કરતાં પ્રાણીનું રક્ષણ કરવામાં અનંત ગણી વધારે બહાદૂરીની જરૂર પડે છે. ખરું જોતાં ભગવાન હેમચંદ્રાચાર્યજીએ તો ગુજરાત વાસીઓમાં પ્રાણી માત્રનું રક્ષણ કરવાનું મહાન પરાક્રમ ખીલવ્યું હતું.
પ્રાણી રક્ષામાં રહેલા મહાન પરાક્રમને નહિ સમજનારાઓ હિંસામાં પરાક્રમ સમજે છે. ખરું જોતાં હિંસામાં પરાક્રમ નથી પણ ક્રૂરતા છે. રક્ષામાંજ પરાક્રમ છે. ગુજરાતનું રાજ્ય મહારાજ કુમારપાળે ગુમાવ્યું નથી પણ સમગ્ર હિંદુનું રાજ્ય ઈ. સ. ૧૮૧૮માં ખડકી અને કોરેગામનાં યુદ્ધમાં પેશ્વાઓ– બ્રાહ્મણોએ ગુમાવ્યું અને બ્રિટિશ સરકારને સંપ્યું.
ભગવાન હેમચંદ્રાચાર્યે અમાસની પૂર્ણિમા કર્યાના ચમત્કારની વાત સમગ્ર ગુજરાતમાં થાય છે. જેને કરતાં જૈનેતર આ વાતમાં વધારે રસ લે છે. આવા ચમત્કારો થવા એ મને મય સુષ્ટિની રચના છે.