________________
ઉપઘાત
ગૂર્જર લેકે આ પ્રાંતમાં આવીને વશ્યા, ત્યારથી આ પ્રાંતનું નામ ગુજરાત પડયું છે.
સૌરાષ્ટ્રની ઉત્તર સરહદે આવેલા પંચાસરના છેલ્લા મહારાજા જયશિખરીના. પુત્ર વનરાજ ચાવડે ગુજરાતનું પાટનગર અણહિલપુર વસાવ્યું અને ત્યાં રાજગાદી સ્થાપી વનરાજને મુખ્ય આશ્રય આપનાર જૈનધર્મના શીલગુણસૂરિજી હતા.
વનરાજના સમયમાં જૈનધર્મના આગેવાનોએ ગુજરાતના રાજકારભરમાં આગેવાન ભાગ લીધેલ. આ કારણથી ગુજરાતમાં જૈનધમ આગેવાન. બનવાના પુણ્યવંતા પાયા રેપી શકે.
વનરાજની ગાદીએ કેટલાક રાજા થયા પછી છેલ્લે સામંતસિંહ ચાવડે. થયે. દારૂના બુરા વ્યસનથી એણે ચાવડા રાજ્યને અંત આણ્યો.
જૈનધર્મના આગેવાનોની અપૂર્વ સહાયવડે બળવાન બનેલા ચાવડા રાજાઓનાં અવશેષ રાજ્યો આજે પણ ગુજરાતમાં માણસા, વરસડા વગેરે સ્થળે. અસ્તિત્વ ધરાવે છે.
સામંતસિંહ ચાવડાને મારીને તેના ભાણેજ સોલંકી મૂળરાજે ગુજરાતનું રાજ્યસન હાથ કર્યું. મૂળરાજ પિતે ગુજરાતને રાજા થયે. અણહિલ્લપુર પાટણમાં ચાવડા અને સોલંકી રાજાઓના અમલ દરમીયાન સૌથી પ્રતિભા શાલી. રાજા તે સિદ્ધરાજ જયસિંહ થયે.
સિદ્ધરાજના જે રાજપ્રકરણમાં કુશલ બીજો એકેય રાજા ગુજરાતમાં આજ સુધી થયો નથી.
સિદ્ધરાજના સમયમાં પ્રખ્યાત જૈન પંડિત કલિકાલ સર્વજ્ઞ હેમચં.. દ્રાચાર્યજી પ્રખ્યાતિમાં આવ્યા. આ પ્રસિદ્ધિનું કોઈ મોટામાં મોટું પરાક્રમ હોય તો તે સિદ્ધહેમ વ્યાકરણ છે, આ વ્યાકરણ પાણિની વગેરે વ્યાકરણ કરતાં યે. કેટલીક બાબતમાં ચઢીઆનું લખાયું છે. કહેવાય છે કે, શ્રી હેમચંદ્રાચાર્યજીએ. સાડા ત્રણ કરોડ શ્લેક બનાવ્યા હતા. આજે એ સઘળા શ્લોકો ઉપલબ્ધ નથી કદાચ પાંચેક લાખ કે ઉપલબ્ધ થતા હશે. શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજના. જે જે ગ્રંથો ઉપલબ્ધ થયા છે. તે સઘળા પ્રતિભાથી પૂર્ણ છે.