________________
તેમજ પ્રસ્તુત ગ્રંથકર્તા શ્રીમાન સૂરિના પ્રશિષ્ય મહાકવિ નયચંદ્રસૂરિ કાવ્યકલામાં તેમને સમાન હતા. જેમણે હમ્મીર મહાકાવ્ય અને રંભ મંજરી નાટક રચ્યાં છે,
જયસિંહરિને સત્તા સમય આ ચરિત્રના પ્રાંત ભાગમાં આપેલા “કવિરામના -”એ શ્લોક પરથી વિ. સં. ૧૪૨૨ માં આ ગ્રંથની સમાપ્તિ કરી છે. તેથી વિક્રમની પંદરમી શતાબ્દીમાં સિદ્ધ થાય છે.
આ ગ્રંથની યોજના દશ સર્ગમાં કરેલી છે. આ ગ્રંથ એતિહાસિક છતાં તેમાં પણ વિવિધ દષ્ટિાંત સિદ્ધાંતની એવી રચના ગોઠવી છે કે, વાચકોને અપૂર્વ બંધ આનંદપૂર્વક મળી શકે તેમ છે. એ હેતુથી આ ગ્રંથને ગૂજર ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. મૂળ ગ્રંથને અનુસારે જૂનાદિક ન કરતાં કિલષ્ટતા રહિત સુગમ અને સરલ ભાષામાં રચાયેલા આ અનુવાદને આશય સમજી સજજને કર્તાના શ્રમને સફલ કરશે.
માણસા
૧ સંવત-૨૫૫- કાર્તિક કૃષ્ણ ૧૧ શુક્ર.
, અજિતણાગરસૂરિ