________________
૨૩
૧૮ દેશમાં જીવદયા પળાવી. ૧૬૦૦૦ જિર્ણ મંદિરોને ઉદ્ધાર કરાવ્યું. ૧૪૪૪ નવીન જિન ઐ પર સુવર્ણ કળશ ચઢાવ્યા. ૯૮ લાખ રૂપીયા ઉચિત દાનમાં ખર્ચા.
૭ વાર તીર્થયાત્રા કરી. પ્રથમ યાત્રામાં ૯ લાખ રૂપીઆની કિંમતનાં નવ રત્નથી પ્રભુપૂજા કરી હતી. ૨૧ જ્ઞાન ભંડાર લખાવ્યા.
અપુત્રીયાઓનું દ્રવ્ય પ્રતિ વર્ષે ૭૨ લાખ રાજ્ય ભંડારમાં આવતું હતું. તે સદાને માટે માફ કર્યું. ૭૨ લાખ રૂપીઆને શ્રાવકને લવાત કર માફ કર્યો. અશક્ત શ્રાવકેની સહાય માટે એક કરોડ રૂપીઆ દરેક વર્ષે આપવામાં આવતા હતા.
પરનારી સદર (૧) શરણાગત વપંજર (૨) વિચાર ચતુર્મુખ (૩) પરમહંત (૪) રાજર્ષિ (૫) જીવનદાતા (૬) મેઘવાહન (૭) આદિ અનેક બિરૂદ પ્રાપ્ત થયાં હતાં.
પિતાના રાજ્યમાંથી સાતવ્યસનને દૂર કર્યા હતાં. સંઘભક્તિ, સ્વધર્મી વાત્સલ્ય, ત્રિકાલ દેવપૂજ, બંને કાલ આવશ્યક, પર્વ દિવસમાં પૌષધ, જિન શાસની પ્રભાવના, દીનદ્ધાર, શાસ્ત્ર શ્રવણ અને ગુરૂસેવા વિગેરે અનેક પુણ્ય કાર્ય કરી પિતાના આત્માને સદ્ગતિ ભાજન બનાવ્યો હતે.
"कुमारपालभूपस्य, किमेक वर्ण्य ते क्षितौ ? । जिनेन्द्रधर्ममासादा, यो जगत्तन्मय व्यधात् ॥ १ ॥
એ પ્રમાણે અનેક ધર્મ કાર્ય કરી શ્રીમાન ભૂપતિએ પોતાના આત્મોદ્ધાર માટે સર્વત્ર અમારી પ્રવર્તાવી યજ્ઞ યાગાદિકમાં પણ હિંસાનું નિવારણકરી અન્ના દિકહવ્યથી ધાર્મિક કાર્ય ચલાવ્યાં હતાં,
તે સંબંધમાં એક વિદ્વાન લખે છે કે, “કુમારપાળે જ્યારથી અમારી ઘોષણા કરાવી. ત્યારથી યજ્ઞ યાગમાં પણ માસ બળી આપતે બંધ થઈ ગયો અને યવ તથા ડાંગર હોમવાને ચાલ શરૂ થયો.
લકોને જીવ ઉપર અત્યંત દયા વધી અને માંસ ભોજન એટલું બધું નિષિદ્ધ થઈ ગયું કે, આખા હિંદુસ્થાનમાં એકકે બીજે પ્રકારે થોડું ઘણું માંસ કહેવાતા હિંદુઓ વાપરે છે, છતાં ગુજરાતમાં તે તેની ગંધ આવે તે પણ નાહી નાખે, એવી લેકની વૃત્તિ તે સમયથી બંધાયેલી તે અદ્યાપિ છે.”
વળી શ્રીકમારપાળ નરેશના સંબંધમાં એક વિદ્વાન લખે છે કે કુમારપાળે જૈન ધર્મની અતિ ઉત્કૃષ્ટ રીતે રક્ષા કરી અને સમસ્ત ગુજરાતમાં એક જૈન ધર્મનું જ સામ્રાજ્ય પ્રગટ કર્યું.