________________
જૈન શાસ્ત્રોના ઉદ્ધાર માટે લાખ રૂપીઆને વ્યય કરી અનેક પુસ્તક ભંડાર સ્થાપન કર્યા. હજારો પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર તેમજ નવીન જૈન મંદિર બંધાવીને ભારત ભૂમિને સર્વોત્તમ કરી.
તારંગાજી તીર્થમાં શ્રીમાન કુમારપાળ ભૂપતિએ બંધાવેલું ભારતવર્ષની દીવ્ય શિલ્પ કળાના અપૂર્વ નમુના રૂપ વિશાળ અને આકાશ સ્પશી મંદિર હાલમાં પણ તેમની જૈનધર્મ પ્રત્યેની પ્રિયતા સૂચવે છે. તેમજ અન્ય તીર્થોમાં પણ તેમનાં બંધાવેલાં ઘણાં મંદિરે જાહેર છે.
તે સંબંધમાં કેઈ કવિએ તેમના મરણ પછી લખ્યું છે કેઃ लोको मूढतया प्रजल्पतु दिव राजर्षिरध्यूषिवान् ,
ब्रूमो विज्ञतया वयं पुनरिहैवास्ते चिरायुष्कवत् । स्वान्ते सच्चरितैन भोब्धिमुनिभिः कैलासवैहासिकैः,
प्रासादैश्चबहिर्य देष सुकृती प्रत्यक्ष्य एवेक्ष्यते ॥ १ ॥
શ્રીકમારપાળ રાજર્ષિ સ્વર્ગમાં ગયા એમ અજ્ઞાનતાને લીધે લે કે ભલે બેલે, પરંતુ અમે તો સમજીને કહીએ છીએ કે, તે ભૂપતિ ચિરંજીવીની માફક આ લેકમાં જ વિરાજે છે.
કારણ કે, હૃદયમાં ઉત્તમ ચરિત્ર વડે અને બહારથી કલાસગિરિનું ઉપહાસ કરતા ચૌદસો ચાળીશ ૧૪૪૦ પ્રાસાદ–જનમંદિર બંધાવવાવડે આ ભાગ્યશાળી રાજા પ્રત્યક્ષ જ દેખાય છે.'
વળી અન્ય ચરિત્ર ગ્રંથ ઉપરથી સિદ્ધ થાય છે કે, જૈન મંદિર ઉપરાંત તેમણે શિવમંદિર બંધાવ્યાં હતાં તેમજ ઘણાં મંદિરોને સુવર્ણ કલશથી વિરાજીત કર્યા હતા.
જિર્ણોદ્ધાર તથા સર્વ સમાજોપયોગી ધર્મકાર્ય માટે સરોવરાદિક નિર્માણ કરાવ્યાં હતાં. અપુત્રક રૂદતી સ્ત્રીઓનું વાર્ષિક ધન (૭૨,૦૦,૦૦૦) રાજ્યમાં લેવાતું હતું, તેને લેખ ફાડી નાખે અને અધિકારીઓને આજ્ઞા કરી કે, આજથી રૂદતી ધન લેવું નહીં.
એ સંબધમાં કુમારપાળ પ્રબંધમાં ઉલ્લેખ છે કે, પરમહંત કુમારપાળે વિ. સં. ૧૨૩૦ માં ૩૦ વર્ષ નવમાસ સત્તાવીસ દિવસ રાજ્ય ભોગવી સ્વર્ગ વાસ કર્યો.
પરમહંત શ્રી કુમારપાળે ૧૪૦૦ પ્રાસાદ બંધાવ્યા. ૭ર સામંત પર પિતાની આજ્ઞા ચલાવી.