Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
# પૂ આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક :
: ૧૦૭
8 માની આજ્ઞા નહિ ત્યાં ધર્મ નહિ. ધર્મક્રિયાઓ પણ પરમાત્માની આજ્ઞા મુજબ કરવામાં આવે તે જ આત્મકથાણ કરનારી અને આપણે એક-બે ભમાં નહિ સંખ્યાતા
ભવમાં નહિ, અસંગતા ભવેમાં નહિ, કિંતુ અનંતભમાં ધર્મક્રિયા કરી છે, પણ છે તે ધર્મક્રિયા પરમાત્માની આજ્ઞા મુજબ ન કરી એવી આત્મકલ્યાણ ન થયું સ્વર્ગસ્થ છે
પૂજયશ્રી માટે પરમાત્માની આજ્ઞા જીવનમંત્ર હતી, ને તેઓશ્રીને આ પ્રસંગ પણ છે છે આપણને આ વાત સમજાવે છે.
પ્રસંગ.(૨) સ્વાધ્યાય રસ ( નજરે જોયેલે બીજો પ્રસંગ આ પ્રમાણે છે – પૂજયશ્રીના શિષ્ય મુનિશ્રી ધર્મકીર્તિ વિજયજી પૂજયશ્રી પાસે ઉપમિતિ ભવપ્રપંચ સંસ્કૃત ગ્રંથ વાંચી રહયા હતા. એક દિવસ બપોરના ૨ વાગે મુનિશ્રીએ પૂજયશ્રી પાસે ઉ. ભ. પ્ર. ગ્રંથ વાંચવાનું શરૂ કર્યું લગભગ અર્ધો કલાક બાદ બહારગામથી કેટલાક શ્રાવકે પૂજયશ્રી પાસે આવ્યાં વંદન કરીને પૂજયશ્રી પાસે બેસી ગયાં. પૂજયશ્રીએ તેમને ધર્મલાભ આપે. મને મનમાં થયું કે હવે વાંચના બંધ થઈ જશે. પણ મારી આ ધારણા ખેટી પડી. પૂજયશ્રીએ ત્યારબાદ પણ બરાબર બે કલાક સુધી વાંચના ચાલુ રાખી ત્યાં સુધી શ્રાવકે એમને એમ 8 બેસી રહયા.
આ પ્રસંગ જોઈ મારું મન વિચારના ચગડોળે ચડયું. પૂજયપાદ શ્રી એટલા મહાન શાસન પ્રભાવ હોવા છતાં તેમની પાસે અનેક લેકેની અવરજવર થતી હોવા છતાં, ને તેમના શિ શાસનની અનેક જવાબદારી હોવા છતાં બે ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળા સામાન્ય સાધુને પણ વાંચના આપે છે. વિહારમાં પણ દરરોજ નિયમિત વાંચના આપે છે. શ્રાવકે સાથે વાત કરવા વાંચના બંધ ન કરી. આજે જયારે પૂજય સાધુ-સાધવી. એમાં વાંચના ઘટતી જાય છે અને મૌલિક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથનું વાંચન ઘટતું જાય છે. ત્યારે આ પ્રસંગ અતિમહત્વનું બની રહે છે.
આ પ્રસંગ આપણને એ બંધ આપે છે કે- ગુરુ એ માત્ર દીક્ષા આપીને ઈતિકર્તવ્યતા ન માની લેવી જોઈએ. કિંતુ શિષ્યને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન આપી વાંચના દ્વારા શાસ્ત્રજ્ઞાન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુરુ-શિષ્ય બંનેને જે સવાદયાયમાં રસ હોય તે જ આ બની શકે. સાધુમાં સ્વાધ્યાય રસ અતિ જરૂરી છે. આથી ગુરુએ કેઈને પણ ઠીક આપતાં પહેલાં તેનામાં સ્વાધ્યાયરસ છે કે નહિ તેની પૂરી છે છે ચકાસણી કરવી જોઈએ. જેનામાં સ્વાધ્યાય રસ ન હોય તેને દીક્ષા ન આપવી જોઈએ.
જેનામાં સ્વાધ્યાય રસ નથી તે દીક્ષા લઈને શું કરશે ? તેને અહીં શૂન્યતા છે { લાગશે, બેચેની જણાશે, એકલવાયું લાગશે. પરિણામે માનસિક કંટાળે આવશે. આવો 8