Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–' : અંક-૪૬ : તા. ૨૦-૭-૯૩ : આરાધનાને સાચો માર્ગ ખુલે કર્યો અને સાચી આરાધના સ્વયં કરી ગયા- તે તેઓ શ્રીજીના જીવનનું એક અનુપમ સિદ્ધાંત રક્ષાનું કામ હતું જેને સિદ્ધાંત પ્રેમીઓ ક્યારે પણ લશે નહિ.
સુખ છોડવા જેવું છે, દુઃખ મજેથી વેઠવા જેવું છે” “અનુકુળતામાં ઉદાસીનતા તળવવી અને પ્રતિકુળતામાં પ્રસન્નતા રાખવી '- આ વાતનું જીવનભર જે પ્રતિપાદન કલું તેને પોતાના જીવનમાં આવેલી દરેકે દરેક માંદગીમાં યથાર્થ આચરણ કરી બતાવ્યું. પ્રાણાઃ વેદનામાં પણ એક માત્ર મુકિતનું જ પ્રણિધાન રાખી અનેકને ધર્માભિમુ બનાવ્યા.
૨૦૪૭ આષાઢ વદિ ચતુર્દશીના દિવસે, સવારના ૧૦-૦૦ ક. શ્રી અરિહંત. અહિત નામે ચારણપૂર્વક અપૂર્વ સમાવિ સાથે આ નશ્વર દેહનો ત્યાગ કરી, સ્વર્ગની વાટે ૨ ચરી ગયા.
તેઓશ્રીજીના અંતિમ સંસ્કારને પ્રસંગ પણ આ યુગની એક વિરલ ઘટના બની. શ્રી તીર્થંકર પરમાત્માદિ મહાપુરૂષોના શરીર સંસ્કારના વર્ણને શાસ્ત્રોમાં વાંચવા કે સાંધળવા મલે છે પણ આ તે જીવનમાં સાક્ષાત જોવા મલ્યા. જીવનભર જે અનુપમ સાધના -આરાધના-પ્રભાવના અને રક્ષા કરી છે તે આ કાળમાં જોવા મળવી મુશ્કેલ છે.
આવા યુગપ્રધાન સમ પરમ ગુરૂદેવેશના ગુણગાન ગાવા એ તે શકિત બહારનું કામ દે છતાં પણ “સુપુરિસકહા વિ જા પાવતિમિરહણિકક સરપહા? આ મહાપુ: ની આર્ષવાણીનું સ્મરણ કરીને, ગુરૂભકિતથી પ્રેરાઈને આલેખન કર્યું છે.
આ પુણ્યપુરૂષે જે સમાગ બતાવે તેમાં જ સ્થિર બનીએ, તેમના પગલે પગલે ચાલીએ તેમાં જ સૌનું સાચું શ્રેય છે. સૌ વાચકે ભગવાનના માર્ગના સાચા આરાધક બની બા પુણ્યપુરૂષની “સૌ વહેલામાં વહેલા પરમપદને પામે ” તે ભાવનાને સાર્થક કરે તે જ હાદિક મંગલ કામના છે.
: અગત્યને ખુલાસો : જૈન શાસનના તા. ૧૫--૭ વર્ષ–૨ ના અંક ૪૩ ના વિચાર વસંત” માં પ્રગટ થયેલ લેખ તા. ૧૧-૧ર-'૯૧ નો લખાયેલ છે. અને તેમાં નીચેનું લખાણ શરતચૂકથી છપાઈ ગયું છે. તે એ લેખમાં બીજા મેટરમાંથી આવી ગયું છે. - પાલીતાણું ચોમાસુ રહેનારને તે અનુભવ છે કે રોજ કેટલા જ ને ( ઉપર ચઢે છે? આ પુનમના અને બેસતું વર્ષે હજારો ચઢે છે.”
આ લખાણું ઉપરોકત લેખ સાથે સંબંધિત નથી.