Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૫
અંક ૪૬ : તા. ૨૦-૭-૯૩
I
! ૧૩૮૩
.
તે પછી પૂજ્યપાદશીજીએ પૂવ દેશમાં વિહાર કર્યો અને અનુપમ શાસન પ્રભાત વના કરી, દિલહીં ચાતુર્માસ દરમ્યાન તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ તથા રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ સાથે પણ મુલાકાતે જાઈ ધાર્મિક તથા રાજકીય પ્રવાહના પૂજ્યશ્રીજીના માર્ગસ્થ વિચારથી બંને નેતાએ અભાવ પ્રવિત બન્યા હતા અને નિયત સમય કરતાં પણ વધુ સમયની મુલાકાત થઈ હતી.
" - ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનના સુસાધુ રાજકારણથી અલિપ્ત જ હોય છે, રાજકારણ અને ધર્મની ભેળસેળ પણ ન થઈ જાય તેની એટલી જ કાળજી રાખે છે. અવસર આવે રાજકારણની ખરાબીનું પણ વર્ણન કર્યા વિના રહેતા નથી.
તે જ અરસામાં ભારતમાં ચૂંટણી આવી. મતદાન ન કરવું તે ગુને ગણાય તેમ કાયદે ભલે કહેતે હોય પણ ભગવાનનું શાસન કે શાસનને યથાર્થ સમજેલા આત્મા તે મતદાન કરવું તેને પાપ જ સમજાવે! પૂજ્યશ્રીએ પણ વર્તમાન રાજકારણની ખરાબી આદિ ઉપર જે વેધક પ્રવચને કરેલા તે તે સાંભળનારાજ જાણે!, તે વખતે પૂજ્યશ્રીજીને આજીવન ઉપાસક, સંપૂર્ણ સમર્પક, જેના પ્રવચનના તંત્રી શ્રી શ્રીકાંતભાઇ (શ્રી ચીમનલાલ નાથાલાલ શ્રીકાન્તએ) તે જ વખતે એક વાર વિનમ્રભાવે કહેલું કે- “આપશ્રી ચૂંટણી અંગે આટલું પ્રતિપાદન કરે છે તે રાજકીય મુશ્કેલી ન ન આવે જરાપણ વાંધો નહિ આવે- ચિંતા ન કર તે પૂજયશ્રીજીને જવાબુ સાંભળી તેમણે તે સંતોષ થયે અને કયારે પછી એવું નથી કહ્યું કે- “આમ બોલવું અને આમ ન બોલવું.' ! .
.
. . - + આસન્નપકારી વર્તમાન શાસનાધિપતિ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની અંતિમ દેશનાભૂમિ ઉપર, એતિહાસિક માહિતિ આદિના આધારે, સમવસરણ મંદિરનું નિર્માણ પણ પૂજયશ્રીજીના ઉપદેશથી થયું અને તેમાં શ્રી મહાવીર સ્વામી પરમાત્માદિ પરમતારક શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા પણ કરાઈ
' તે. પછી પૂજયશ્રી ૨૦૧૪ ના સંમેલન માટે અમદાવાદ પધાર્યા. પણ ભવિત વ્યવશ તે શ્રમણ સંમેલન પણ સફળ ન બની શકયું.
- પણ તે સાલમાં સકલ શ્રી સંઘ “જન્મભૂમિ પંચાંગને એકીમતે સ્વીકાર કર્યો. ચડશુગંડું પંચાંગ કરતાં તેનું ગણિત વધુ સૂમ હતું માટે. *
વિ. ગચ્છાધિપતિશ્રી પ્રેમસરીશ્વરજી મહારાજાને, તિથિ અને સામા પક્ષના અગ્રણી આચાર્ય ભગવંતે સાથેની ચર્ચા વિચારણા દરમ્યાન એવી આશા બંધાયેલી કે પૂનમ અમાસની ક્ષયવૃધિએ તેરસની ક્ષયવૃદિધ સ્વીકારાય તે સામે પક્ષ ભા. સુ. ૫ ની ક્ષયધિએ દયિકી ચોથે સંવત્સરી કરવા તૈયાર થાય' આ આશાથી પ્રેરાઈને તેઓ