Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–૫ અંક-૧૦-૨૦ તા. ૨૯-૧૨-૯૨ :
વાન મહાવીરના ઉપદેશને શબ્દોમાં ગુંથનારા તેમના પ્રમુખ શિષ્યએ આજથી પચીસસે અડતાલીસ વર્ષ પહેલાં રચેલા આ સુત્રમાં જીવજગતને મનુષ્ય કેવી કેવી રીતે પરિતાપ ઉપજાવી શકે તેનું તાજસુબીભર્યું પ્રતીકાત્મક વર્ણન છે. માત્ર છવીસ પદના આ નાનકડા સુત્રમાં કેવળ દસ ટુંકા પદોમાં જ જીવવિરાધના (આરાધનાના વિરોધી-હિંસા માટે જેના દર્શનને એક સુંદર પારિભાષિક શબ્દા તમે જ્યારે કઈ પણ જીવને પીડા ઉપજાવે છે ત્યારે તેની વિરાધના કરે છે)ની સમગ્ર “વાતે”ને આવરી લેતાં આ સુત્રમાં કઈ પણ જીવને પીડા ઉપજાવવાના દુષ્કૃત્યની ક્ષમા યાચતાં, તે પીડા કેવી કેવી રીતે ઉપજાવી હોય તેનું સૂચક વર્ણન કરતાં કહ્યું છે કે, “જો સામે રહેલા તે જીને લાત વડે માર્યા હોય, ધૂળ વડે ઢાંકી દીધા હોય, ભુમિ સાથે ઘસ્યા કે મસળ્યા હોય, અંદરો અંદર તેમના શરીરોને ખીચખીચ એકઠાં કર્યા હોય (કતલ માટેના પશુને ટ્રકમાં કેળાની જેમ એક બીજા ઉપર ખડકવામાં આવતાં હોય છે તેની સાથે સરખાવે), તેમની મરજી 'વિરુદ્ધ તેમને સ્પશીને દુભવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યું હોય, મૃત:પ્રાય થઈ જાય ત્યાં સુધીને બે પમાડ હેય, બિવરાવ્યા કે ત્રાસ પમાડયા. હોય, તેમની ઈરછા વિરુદ્ધ તેમને એક સ્થાનેથી ખસેડી બીજા સ્થાને લઈ જવાયા હોય (સરખા વિસ્થાપન સ્થળાંતર, રીહેબિલિટેશન, પુનવર્સવાટ) કે તેમના સૌથી અગત્યના જીવન જીવવાના અધિકારથી તેમને અળગા કરી જીવિતથી જ મૂકાવ્યા હોય તે તેની માફી માંગું છું. બ્રિટનના આધુનિક કાયદા શાસ્ત્રીએ જે જમાનામાં કદાચ જંગલયુગમાં જીવતાં હતાં. તે જમાનામાં આ મનીષી પુરુષે એ કુરતા નિવારણના ક્ષેત્રે કામ કરતી કેઈ પણ વ્યકિત કે સંસ્થાને માટે નેત્ર-દીપક બની રહે તેવું “તેમની મરજી વિરુદ્ધ સ્પર્શમાત્ર કરવાથી લઈને તેમને જાનથી મારી નાખવા સુધીની પીડાઓનું જે સર્વ સમાવેશક વર્ણન કર્યું છે, તેની તરફ પશ્ચિમચક્ષુ કાયદાપંડિતોનું ધ્યાન કેઈ દોરશે?
સગી જનેતાના અમૃતપમ ધાવણને છેડીને વારે-તહેવારે પારકી માવતરોને ધાવવા દેડી જવા ટેવાયેલા સરકારી અધિકારીએથી લઈને રાજકારણીઓ સુધીના સૌને માટે યુરોપ અમેરિકા પ્રતિનિધિ મંડળે લઈ જવા ઉપર પ્રતિબંધ મુકી “ઇરિયાવહિયં” સૂત્ર જેવા ભારતીય પરંપરાના જ્ઞાનવારસાના દરિયામાં ડૂબકી મારવાનું ફરજિયાત બનાવવું જોઈએ તેમ નથી લાગતું? જે દિવસે હિન્દુસ્તાનીઓ આ અગાધ મહાસાગરના તળિયે હમકો મારી તેમણે મેઈ નાખેલાં મોતીઓ ફરી મેળવશે, તે દિવસ હિન્દુસ્તાન માટે બેસ્ટ ડેમસ (હિન્દુસ્તાન સમગ્ર દુનિયાનું પથપ્રદર્શક બનશે")ની આગાહી સાચી પડવાને દિવસ હશે
–વિનિયોગ પરિવાર