Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૫૮.
: :
શ્રી જૈન શાસન (અઠવાડિક),
માત્ર ગણત્રીના જ કલાકે હતા, શું કરવું તેની સૌ વિસામણમાં હતા. ત્યારે પૂ. શ્રી મંગલવિજયજી મહારાજાએ પૂ. શ્રી ઊપાધ્યાયજી મહારાજને કહ્યું કે “ અહીંથી ગંધાર નજીક છે. જે આપને અનુજ્ઞા આપે તે ત્યાં જઈને અને પ્રસંગ પતાવી આવીએ.” પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજની અનુજ્ઞા મેળવી. તે જ દિવસે સાંજના પૂ શ્રી મંગલવિજયજી મ. પૂ. શ્રી પદ્મવિજયજી મ. અને ત્રિભુવન વિહાર કરી ટંકારીયા ગામ ગયા.
ત્યાં રાત્રિ પસાર કરી. બીજે દિવસે એટલે કે પિ. સુ. ૧૩ના દિવસે સવારના સૌ ગધાર પહોંચ્યા. • •
': એ ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં દીક્ષાની મંગલકિયાને પ્રારંભ થયો. મંદિરના પુજારી અને સાધુપણાની ઉપધિને લઈને વડોદરાથી આવેલ કે હારી કુટુંબને એક સભ્ય તે બેની હાજરી! મુંડન વખતે વાણંદ પણ સમયસર આવી ન શકે તે પૂ. શ્રી મંગલવિજયજી મહારાજે મહત્ત ન વીતી જય માટે જાતે જ મુંડન વિધિ કરવા લાગ્યા. પછી તે વાણંદ પણ આવી ગયે. અને મંગલ મુહુતે લોચ પણ થઈ ગયે અને પૂ. મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજાના શિષ્ય તરીકે પૂ. મુનિરાજ શ્રી રામ વિજયજી મહારાજ તરીકે જાહેર કરાયા તે વાતે સાગર કિનારે, દરિયાઈ પવનના સૂસવાટા દીપક પણે બૂઝબૂઝ થતું હતું પણ આ પ્રસંગ સારી રીતના પૂર્ણ થયા પછી પૂ. શ્રી મંગલવિજયજી મહારાજના મુખમાંથી સાહજિકતાથી શબ્દો સરી પડયા કે “આના જીવનમાં ઘણા ઝંઝાવાતે આવશે પણ આ કશાથી પાછો પડશે નહિ અને બધાને મકકમતાથી પ્રતિકાર કરી, સાચે માર્ગ બતાવશે.”
હારે અને લાખોની હાજરીમાં, ભારે દબદબા પૂર્વક દીક્ષાઓને આપનાર આ મહાપુરૂષે, સાગરતટે માત્ર એક જ આંગળીને વેઢે ગણાય તેટલી હાજરીમાં દીક્ષાને ગ્રહણ કરી, તે પણું ઘણી જ મુશીબતે. ત્યારે દીક્ષાદેવી પણ હર્ષથી નાચી ઊઠી હશે કે જગતમાં મારે જયજયારવ કરાવનાર, બેલબાલા કરાવનાર આત્મા જન્મી ચૂકયે .”
દીક્ષા લઈને ભરૂચ આવ્યા. પાદરામાં સમાચાર પહોંચી ગયા કે, ત્રિભુવને દીક્ષા લઈ લીધી છે. કુટુંબીઓમાં ખળભળાટ મચી ગયો. “કોઈપણ ભેગે તેને પાછા લઈ આવ આવ સર્વ સામાન્ય બધાને મત હતો. દીક્ષાના અમી પાન પાનાર રતનબાને પણ હવશ થાણવાર આંચકે આવી ગયા. પણ પછી તુરત જ સાવધ થઈ ગયા અને ભરૂચ જવા તૈયાર થયેલા કુટુંબીઓમાંથી વિશ્વાસુ અને ડાહ્યા એવા ચાર-પાંરા કુટુંબીને ખાનગી કહી દીધું કે “તે પાછા આવવા તૈયાર ન હોય તે બળજબરી કરી તેને પાછા લાવતા નહિ” અને મારા વતી ખાસ કહેજો કે “દીક્ષા લઈ લીધી છે તે સારામાં સારી રીતે પાળે.”