Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ર્ક૬૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક) સચ્ચારિત્ર ચૂડામણિ, કર્મસાહિત્યનિપુણમતિ પૂ. આ. શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા (ત્યારના પૂ. મુનિશ્રી પ્રેમવિજયજી મ.) જેવા ચાર-ચાર પુણ્યપુરૂષોની સેવા-ભકિતને લાભ મળે તે આત્મા ઉત્તમોત્તમ બને તેમાં નવાઈ નથી. સિંહના સંતાન સિંહ જ બને ને? ભગવાન શ્રી જિનેશ્વરદેવની પરમતારક આજ્ઞા ઉપરનો અવિહડ રાગ આખી દુનિયાને ભૂલાવી જ છે. આજ્ઞા જ સવવ લાગે તે આજ્ઞા માટે સર્વછાવર કરવા તેયાર બને જ. દુનિયામાં પણ જેણે જે ચીજ વસ્તુની કિંમત સમજાય છે તે તેના રક્ષાણુ માટે બધું જ કરી છૂટે છે તે તારક શાસન યથાર્થ સમજાઈ ગયું તેવા આત્માઓનેશાસનની રક્ષા એ જ જીવન ધ્યેય હોય છે. જેનાથી પિતાનું અને અનેક આરાધકનું કલ્યાણ સાધે છે.? આપણા ચરિત્રનાયક પણ તેવી જ વિરલ વિભૂતિ હતા.
વાદળાઓથી ઢંકાયેલા બાલ સૂર્યનું તેજ છૂપું રહી શકતું નથી. તેમ પૂજયશ્રીજીની પ્રતિભા પ્રારંભકાળથી જ ખીલી ઉઠી હતી. શાસ્ત્રારા એવી રોમ રોમ પરિણામ પામેલી હતી કે આજ્ઞા વિરુદ્ધ જરાપણ પ્રવૃત્તિ ન થાય તેની સ્વયં કાળજી રાખતા એટલું જ નહિ પણ આજ્ઞાવિરૂદ્ધ પ્રવૃત્તિ કરતા હોય તે મકકમતા પૂર્વક તેને પ્રતિકાર કરી, ધર્માત્માઓને સન્માર્ગમાં સ્થિર કરતા.
પૂજયશ્રીજી પિતાના તારક પૂ. ગુરુવર્યાદિની સાથે વડોદરા સ્થિત હતા. તે વખતે એક સુધારક આચાર્ય એક સભા યોજી. “વિધવાવિવાહ ની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપત ઠરાવ કરવાનું નકકી કર્યું તે પણ પરમાતારક શ્રી જિનેટવર દેના નામે. પૂજયશ્રીજીની પ્રકૃતિને નખશિખ જાણનારા તેમને જે હેન્ડબીલ બહાર પાડયું તેમાં એક કલમ એવી હતી કે- અઢાર વર્ષની નીચેનાને પ્રવેશ નથી. આ કલમ વાંચી તેને પરમાર્થ પૂજ્ય શ્રીજી સારી રીતના સમજી ગયા. પિતાના તાક પૂ. ગુરુદેવને બધી વાત કરીને કહ્યું કેઆપની અનુજ્ઞા હોય તે હું તે સભામાં જાઉં. મને અઢારમું વર્ષ બેસી ગયું છે.’ નિયત દિવસે સમયે પૂજ્યશ્રીજી ધીર-ગંભીર ચાલે, શાસનરક્ષાના મકકમ પગલાં સાથે સભામાં પ્રવેશ્યા. સિંહબાળને આવતું જોઈ મૃગલાઓ ત્રસ્ત થઈ જાય તેમ પૂજયશ્રીજીના પ્રવેશ માત્રથી તે આચાર્ય શોભાયમાન થઇ ગયા. મનમાં સમજી ગયા કે, બધું કર્યું કારવ્યું ધૂળમાં જવાનું છે. હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે આવેલા પૂજયશ્રીજીને સીધું જ આક્ષેપાત્મક પૂછયું કે- “કેના આમંત્રણથી આવ્યા છે !” જરાય થડકન અનુભવ્યા વિના ઉદાત્ત સ્વરે પૂજયશ્રીજીએ કહ્યું કે- “આપના આમંત્રણથી, મને પણ અઢા૨મું બેસી ગયું છે. તેથી તે આચાર્ય સાવ જ ઠંડાગાર થઈ ગયા. પછી નરમાશથી કહે કે- “તમે પણ થોડું બેલશે ને?” “તમારી સંમતિ હોય તે મને જરાપણુ વાંધો નથી આ જવાબ સાંભળી તે આચાર્યના મનમાં જે જે ભાવે પેદા થયા