Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૭૨
A : શ્રી જૈન શાસન (અઠવાડીક) ત્યાગ માગ તરફ વળતે અટકાવી સંસારના રાગમાં મહાલતે બનાવે, એ વિદ્યા, વિજ્ઞાન કે બલ જરૂરી કે હિતકર છે એ તો અમારાથી કદી જ નહિ કહેવાય. જે વિદ્યા અને વિજ્ઞાન સત્ય સાંભળવા જેટલા સહનશીલ પણ ના બનાવી શકે અને માત્ર પોતાના જ કપિત વિચારના પુજારી બનાવી સત્યની સામે, કલ્યાણના માર્ગની સામે બળવાર બનાવે એને વિદ્યા કે વિજ્ઞાન તરીકે કેમ જ ઓળખાવી શકાય”
આવી વાણીથી શાસન ભકત વગ હરખાતે અને શાસન હેવી વગ વધુ બળતે. અને નિત નવાનવા ગતકડાં કાઢી પૂજ્યશ્રીજીની સંડોવણી કરવાનો પ્રયત્ન કરતે, પણ અન્ત નાશી પાશ થતે.
શ્રી પર્યુષણ પર્વ પછી ત્રીજા દિવસે લાલબાગથી પરમાત્માને વરઘોડો નીકળે. ઝવેરી બજારથી વધેડો પસાર થતું હતું ત્યારે એક મકાનના ત્રીજા માળેથી વિરોધીઓએ કાચ ફેંકયા વરઘોડે અટક. આગેવાને કાચ કયાંથી પડયા તે જોઈ ગયા. પોલીસ બોલાવ્યા વડે આગળ વધે. પોલીસે એ મકાનમાં તેફાનીઓને પકડયા. ઉદારતા રાખી છેડી મૂક્યા.
ટાઉન હેલમાં જાહેર વ્યાખ્યાન, માણસ પાર વિનાનું. હેલ બહાર જ દશ હજાર (૧૦,૦૦૦) વિરોધીઓ. પત્રિકાઓ છપાતી અને ફેલાતી. વ્યાખ્યાન થયું. વ્યા
ખ્યાન બાદ એલિફન્સ્ટન્ટ કલેજના પ્રિન્સીપાલે બે મિનિટ વકતવ્ય આપ્યું. “મારી જિંદદગીમાં જેન તત્વ વિષે મેં આવું વ્યાખ્યાન સાંભળ્યું નથી. પ્રોફેસર હોવા છતાં આ વસ્તુ મારા માટે નવી છે, સાહેબજી રજા આપે તે અમે દર રવિવારે આવીએ.” “અમારું તે બધું જ ખુલ્લું છે. અમે બારણું રાખ્યા નથી. રોજ આવે” તેમ સાહેબજીએ કહ્યું.
પંદર દિવસ બાદ ગેવાલિયા ટેન્કના મહાવીર વિદ્યાલયમાં વ્યાખ્યાન આપવા જવાનું નકકી થયું. ટ્રસ્ટીએ વિરોધી હતા વિદ્યાર્થીઓને ચઢાવ્યા કે- “આ તે લોકો પર ભૂરકી છાંટે છે, નાના છોકરાને મૂડી નાંખે છે.” વિદ્યાથીઓ છે છેડાયા. પૂજ્યશ્રીજી. આવ્યા ત્યારે વિદ્યાથીઓ રાડ પાડવા લાગ્યા, “રામવિજય પાછા જાઓ. અમને તમારી જરૂર નથી.” સાહેબજીએ એક શબ્દ બોલ્યા વિના દેરાસરમાં દર્શન કર્યા. વ્યાખ્યાનમાં બેઠા. સખત વિરોધ. મંગલાચરણમાં ઘેઘાટ. સાહેબજીએ કહ્યું- “શાંતિથી સાંભળે. જે પૂછવું હોય તે પૂછે. બધી શંકાના સંતોષકારક જવાબ આપીશ” વ્યાખ્યાનમાં જૈન સંસ્થાની અહિંસકતા માટે સમજૂતી આપી વ્યાખ્યાન બાદ અડધા કલાક વિદ્યાર્થીઓએ માગ્યા. પછી કહ્યું-“અમે સાંભળેલું શું અને તમે કહો છો શું?” ફરી ત્રણ કલાક પ્રભનેત્તરી ચાલી વિદ્યાથીએાએ નવું જીવન મળ્યાનો આનંદ વ્યકત કર્યો. : આવા આવા અનેક સંઘર્ષો વેઠીને સત્ય માર્ગને જયજયકાર કરાવ્યું અને વિરેધીઓ પણ જે સાચું સમજી ગયા તે બધા સાચા ઉપાસક બની ગયા.