Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૭૬૬
: શ્રી જૈન શાસન (અઠવાડિક) (૭૦) સીત્તેર વર્ષની વયે અવગત થયેલાં છે, અને અનેક વખતે અન્યત્ર પણ મારી પાસે આવી આવીને મારી દીક્ષાની વારંવાર અનુમોદના કરી ગયેલ છે. તે વસ્તુસ્થતિ આવી છતાં આટલી વૃદ્ધ વયે એ વકીલ આવું તદ્દન જુદું બોલ્યા, એ તેમને માટે ઘણું જ આશ્ચર્યજનક છે, પરંતુ તે એક મારે જ અંગે બેલ્યા છે એમ નથી, પણ કાયદો કરાવવાની ઉલટમાં આવી જઈને પોતાની વકીલ તરીકેની ખ્યાતિને અને પિતાની વૃધ વયને એ કામમાં પૂરેપૂરે ઉપગ કરવા માટે તેમણે કેટલાક આચાર્યો અને સાધુઓ ઉપર પણ તદ્દન અસંભવિત આપે મૂક્યા છે. બાળ દીક્ષાનો વિરોધ કરવા માટે તે કઈ પણ સભ્ય મનુષ્ય જેવું ન બોલી શકે તેવું આ વકીલ બેલ્યા છે. એ અરેખર એમના જેવા વૃધ માણસ માટે ઘણું જ અાજતું ગણુય. રાજરાન ગોવિંદભાઈના–
, “ શામવિજયજી ઘણા વિદ્વાન અને નામાંકિત થયા છે. આ તક ન મળી હોત તે કયાંથી થાત?
* . -આ પ્રશ્નના ઉત્તરમાં વકીલ મોહનલાલભાઈએ એમ પણ કહ્યું છે - - “સાચું, પણ દુઃખને વિષય છે કે તેઓની શકિત આવી પ્રવૃત્તિઓ કરતાં સમાજની ઉન્નતિ માટે વપરાઈ હતી તે બેશક વધારે લાભ થાત.”
" આની સામે હું જણાવું છું કે મારે મારી શકિત જે પરમ તારના પ્રતાપે હું આ કલ્યાણકારી માર્ગને પામે છું, તેઓની આજ્ઞા મુજબ જ પ્રભુના શાસનની સેવા કરવામાં ખરચવાની છે. “પ્રભુના શાસનની સેવામાં સારી દુનિયાની સેવા સમાયેલી છે.'- એ મારે અચળ વિશ્વાસ છે. “આ જીવનમાં પરમતારક શ્રી જિનેશ્વરદેવની આશાના પાલનમાં અને પ્રચારમાં જે શકિત ખર્ચાય તે જ શકિત સાચી અને સફળ છે. એવી મારી દઢ માખ્યતા છે, એટલે આ વિષયમાં અને તે શ્રી જિનેટવરદેવની આજ્ઞા અને તે તારકની આજ્ઞામાં વિચરતા આરાય મહાપુરૂષોની આજ્ઞા જ એક પ્રમાણભૂત છે; તે સિવાયનાઓની માન્યતાઓ સાથે મને કશે જ સંબંધ હોઈ શકે નહિ, અને છે પણ નહિ, આ જ કારણે મારી જે કઈ પ્રવૃત્તિ પ્રભુઆણાથી બાધિત હેય તેને મુકો દેવાનું અને પ્રભુ આજ્ઞાને અનુસરતી હોય તેને પ્રાણુતે પણ નહિ મૂકવાનું, એમ હું કહેતે જ આવ્યો છું.
એટલે જે મેહનલાલભાઈને સાચે જ દુઃખ થતું હોય, તે તેમણે અમારી જે કઈ તેવી જિનાજ્ઞાથી બાધિત પ્રવૃત્તિ હોય તે તે તેમણે બતાવવી જોઇએ, અન્યથા દુઃખ હવાને દેખાવ કરો અને રાજય પાસે વસ્તુને ઉંધી રીતે રજુ કરવી, એ કઈ પણ રીતે ઇચ્છવાજોગ નથી.
( જૈન પ્રવચન વર્ષ-૪ પૃ. ૧૦૯ માંથી)