Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૫ : અંક ૪૬ : તા. ૨૦-૭-૯૩
: ૧૩૬૭ હું તેમને મારીશ.” ચાતુર્માસ પરિવર્તનને એણે ખૂબ વિરોધ કર્યો. ચાતુર્માસ પરિ. વર્તનને દિવસ આબે અને શેખના પાડામાં પૂજ્યશ્રી) સામૈયા સહિત પધાર્યા, સામૈયું પેલા વિરોધીના ઘર પાસે અટકયું. બેન્ડ સતત પંદર મિનિટ સુધી ચાલતું રહ્યું. એ વિરોધી ઘરમાંથી બહાર જ ન નીકળે. સામૈયું નિશ્ચિત સ્થળે પહોંચ્યું. પ્રવચન શરૂ થયું. ચાલુ વ્યાખ્યાને રતનબાઈએ અચાનક ઘસી આવી મહારાજજીના કપડાં ખેંચ્યા, હેહા મચી ગઈ. સભા વિર્સજન થયું, રતનબાઈએ મહારાજજી ઉપર બદનક્ષીને દાવે નેધાવતે કેસ કર્યો. (“એક વર્તમાન પત્રમાં પૂજયશ્રીજી માટે ખૂબ જ ઘસાતું લખાયું.) રતનબાઈને કેસ પૂરો થયે, રતનબાઈ હારી ગઈ. પેલા વર્તમાન પત્રમાં ઘસાતું લખ તું ગયું. તે કેટલાક શાસનપ્રેમી આત્માઓએ તેના તંત્રીને રસ્તા વચ્ચે આંતરીને માર્યો. તત્રીએ કેસ કર્યો પણ હારી ગયે, શાસનપ્રેમી આત્માઓ નિર્દોષ ઠર્યા.
વધુ બાઈ રતને કરેલા કેસમાં પણ જેમની જુબાની વિશ્વાસપાત્ર ગણવામાં આવી હતી, તે અમદાવાદની મેલ કેઝ કેર્ટના જજ રા. સુરચંજ પી. બદામીએ જુબાનીમાં પૂજયશ્રીજી માટે જણાવ્યું હતું કે- “હું રામવિજ્યજીને ઓળખું છું. તેઓ જેન ધર્મના સાચા સાધુ છે. હું તેમને ગુરૂ તરીકે માનું છું. રામવિજયજીને ઉપદેશ મેં સાંભળે છે. તેમના આચાર-વિચાર જૈન ધર્મને તદ્દન અનુસરતા છે. આ બંનેને (પૂ. રામવિજયજી અને તેઓ શ્રીમદ્દના ગુરૂ સિધાન્ત મહોદધિ શ્રી પ્રેમવિજયજી મહોપાધ્યાય) સાધુઓના ચારિત્ર વિષે મને ઊંચે અભિપ્રાય છે અને તેઓ બને ઊચી કેટિના સાધુ છે. જ્યારે મેં રામવિજયજીને પાનસરમાં પહેલી જ વાર સાંભળ્યા ત્યારે મને લાગ્યું કે- એ ડીજી (અસાધારણ) થશે. અને તેમના ગુરૂ આત્મારામજીનું નામ રાખશે. અને તે પછીના અનુભવથી મારે તે અભિપ્રાય હજુ બદલાયે નથી.”
ઝંઝાવાતને એ કાળ હતે. શાસનના મૂળમાં જ કુઠારાઘાત સમાન આકમિણે શાસન ઉપર ચારેબાજુથી થઈ રહ્યા હતા. એક બાજુ જમાનાવાદની પૂરી અસરમાં આવેલ સુધારક વ હતું અને એક બાજુ શાસનરાગી એ સમપિત વર્ગ હતું. જેનશાસન એ તે લક્ષાની રખાયું છે. જેનશાસનમાં દીક્ષાએ કાંઈ નવી ચીજ નથી. જેનશાસન કહે કે દીક્ષાધમ કહે, કાં દીક્ષાધર્મ કહે કે જેનશાસન કહે તે બધું એક જ છે. * પૂ. આત્મારામજીના પટ્ટધર વિજ્યકમલસૂરીજી તેમના પટ્ટધર વિજયદાનસૂરિજી, તેમના મુખ્ય શિષ્ય પ્રેમવિજયજી અને તેઓશ્રીના શિષ્ય આ મહાત્મા, (મુનિ રામવિજ્યજી) પરંતુ આ સાધુ સમુહ શ્રી આત્મારામજીના સંઘાડા તરીકે ઓળખાતું હોઈને, શ્રી બદામીએ પૂજ્યશ્રીને તેમના શિષ્ય કહેલ છે. પૂ. આત્મારામજી મહારાજ વીસમી સદીના એક પરમ પ્રભાવક હતા.