Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපපපපපප
સામચિક કુરણ පපපපපපපපපපපපපපපපපපපපපප
તકવાદી સાધુઓ તથા લાલ,
ભકતેથી દેવ દેવીઓને બચાવે આજના વહેરવામાં ડોકટર પાસે ભારે કેશ આવે તે ઉ૫લા ડોકટરોને એકલી આપે છે, વકીલે પાસે મોટા કેશ આવે તે ઉપરની હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં વકીલને મોકલી આપે છે. બજારમાં અને વહેવારમાં પણ શકિત બહારના કાર્યો આવે તે ઉપરના લોકેને ભળાવે છે.
દેવ તિમાં પણ નીચલા દેવે ઉપલા દેવની મર્યાદા લેપતા નથી. શૂલપાણિ યક્ષે ભગવાન મહાવીરને પીડયા તે સિદ્ધાર્થે કહ્યું કે આ મહાત્મા ઈન્દ્રને પૂજ્ય છે ઈન્દ્રને ખબર પડી તે તારૂ સ્થાન પણ નહી રહેવા દે. તેથી શૂલપાણીયક્ષ શાંત બની પ્રભુ મહાવીર પાસે નૃત્ય આદિ ભકિત કરવા લાગ્યું.
આજે શ્રી જૈન સંઘમાં ઠેર ઠેર મંદિરમાં દેવ દેવીએ બેસાડવા અભરખે હાલ્ય છે, હરિફાઈ ચાલી છે. સે વર્ષમાં હજારે ઘંટાકર્ણ બેસી ગયા. તેને ન માનનારા સમકીતની વાત કરનારાઓએ સેંકડો માણિભદ્ર બેસાડી દીધા. તે પછી રાજસ્થાનીએ એટલે ભેરવજી વગર કેમ ચાલે? તે પણ હજારોની સંખ્યામાં બેસી ગયા, ત્રણ થાય વાળાને તે આચાર્ય શ્રી રાજેન્દ્રસૂ. મ. હોય તે જ ધર્મ દેખાય એટલે તેઓ પણ સેંકડે ગુરુમૂતિ કે ફેટાઓ મુકવા લાગ્યા, બાકી રહ્યા ચક્રેશ્વરી પાવતી અંબિકા, સરસ્વતી ૯મી વિગેરે પણ જેમ જેમ જગ્યા દેખાય તેમ તેમ તે પણ સેંકડે સેંકડોની સંખ્યામાં સ્થાપિત થઈ ગયા. જિનમૂતિની જરૂર નથી એમ બેલનારા પણ દેવ દેવીઓને બેસાડવા લાગ્યા. ઘણા મંદિરે ન આવનારા પણ દેવ દેવી પાસે આવવા લાગ્યા, કેટલાક તે એમ પણ કહેવા લાગ્યા કે અમારે ત્યાં અમુક મંદિરને નહિ માનનારા પણ દેવ દેવી પાસે આવે છે માટે અમે પણ બેસાડયા છે.
હવે તેથી આગળ વધીને સ , પેઢીઓ, સાધુએ શ્રાવકેમાં એમ પણ કહેવા લાગ્યા કે ભગવાન કરતાં અમુક દેવ દેવીના ભંડારમાં ઘણું પૈસા નીકળે છે. આવા દેવ દેવીના અડ્ડાઓવાળા તે અમારે મહિને અમુક હજાર, અમુક લાખની દેવ દેવીના ભંડારની આવક છે એમ વખાણ કરવા લાગ્યા.
અનાજને જૈન વેપારી બટાટાની સારી કમાણી થાય તે તે રાખવા મંડે તેમ ઘણા