Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૫ : અંક ૩૮-૩૯ : તા. ૧૮-૫-૩
= ૧૨૧૫
નમસ્કાર કરવાની આપત્તિ આવે તે કઈ રીતે ઉચિત નથી. આ અર્થમાં તે હિંસક સામાન્ય માણસને નમસ્કાર થયો. તીર્થકર ભગવંતને નમસ્કાર ન થયે. માટે તમે અરિહંતાણું” એ પદને સાચે અર્થ કરવા માટે અર્થના તાત્પર્ય સુધી પહોંચવું પડશે. અરિ શબ્દથી બહારના દુશ્મન નથી લેવાના પરંતુ આંતરિક રાગાદિ દુશ્મન લેવાના છે. હંતાણું- હણનારા રાગાદિ આંતરિક દુશ્મનને હણનારાઓને નમસ્કાર થાઓ, રાગાદિ દુશમનને હણનારા અરિહંત પરમાત્મા છે. એમને “નમે અરિહંતાણ"પદથી નમસકાર થાય છે. આવી રીતે થાવત્ દંપર્યાથ સુધી પહોંચીને શાસ્ત્ર સૂત્રને અર્થ કર જોઈએ નહિતર મોક્ષમાર્ગના મુસાફર બનેલા સાધુએ વગેરે પણ સંસાર માર્ગના મુસાફર બનીને અને તે સંસાર માર્ગના મુસાફર બનાવનારા બની જવાના. { આજે પણ ઘણું ખરું આવું બની રહ્યું છે પિતાની જાતને અને બીજાઓને સંસાર માર્ગના મુસાફર બનાવનારા કેટલાક સાધુ વગેરેને સમજ પડતી નથી કે અમે અમારી જાતને અને અન્ય જીને પણ શાસ્ત્રની વાતને અને દાંતની વાતને અપસિદ્ધાંતથી અભડાવીને સંસાર માર્ગના મુસાફર બનાવી રહ્યા છીએ.
જૈન શાસનના સાધુ આદિ ખરેખર મોક્ષમાર્ગની આરાધના કરવા સાથે મોક્ષમાગને પુષ્ટ કરનારી જ લખ વા બોલવા દ્વારા પ્રરૂપણ કરનારા હોય છે. સંસાર માર્ગના પિષરણની પ્રરૂપણ કરનારા ન હોય. સંસાર માર્ગના પિષણની પ્રરૂપણા વાસ્તવમાં જિનશાસનથી આપમેળે બહિષ્કૃત છે - અરિહંત પરમાત્માઓ ધર્મ તીર્થની સ્થાપના સંસારને વિચ્છેદ કરી મહા મેળવવા જ કરી છે ગણધર ભગવતે વગેરે મહાપુરૂએ જે આગમાદિ શાસ્ત્રોની રચના કરી છે. તે પણ સંસાર માગને ઉછેદ કરવા જ કરી છે કે સંસાર માર્ગનું પોષણ કરવા. સંસાર માગને પિષનારી વાત તે હકીકતમાં છને દુરન્ત દુર્ગતિએના સંસારમાં ભટકાવી દુઃખી દુઃખી કરનારી છે.
આજે પણ કેટલાક શાસ્ત્રની વાતને અને શાસ્ત્રોમાં અપાયેલાં દષ્ટાંતેને અપસિધાંત દ્વારાં કઈ રીતે અભડાવે છે એ ખરે જ જાણવા જેવું છે જેથી આપણા દિમાગમાં સંસાર માર્ગના પે ષણની પ્રરૂપણ. પ્રવેશ પામી આપણી શ્રદધામાં ડહોલાણ ન કરી જાય..
સુખં ધર્માત :ખ પાપાત્ સર્વ શાસ્ત્રપુ સંસ્થિતિ ,
ન કર્તવ્યમત પાપ કર્તવ્ય ધમ સંચય છે પૂ. હરિભદ્ર સૂ. મ. રચેલા શાસ્ત્ર વાર્તા ગ્રંથને આ લેક છે.
દર્ય તાત્પર્ય સુધી પહોંચ્યા વગર આ લેકને જે અર્થ કરે છે તેને અનુસરીને જે લખવા બેલવામાં પ્રરૂપણ કરે છે એથી. સંસાર માગનું પોષણ જ થાય છે.