Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વટ મરજી મુજબ કરે છે અને શાસનને ડહેળે છે. ઘર–પેઢીને વહીવટ ચીવટપૂર્વક છે શું કરે છે તે ધર્મને વહીવટ કરનારા કેટલા મળે! આજના ટ્રસ્ટીઓનું મન નામના 8 જે ઇએ. ટ્રસ્ટી તરીકે શું કરવું જોઈએ તે સમજવાનું મન નથી. તેથી ધર્મની મિલકત જોખમમાં છે. તેને સાચવનારા ઘટતા જાય છે. સારી બુદ્ધિવાળાનું વજન પડતું નથી અને વજનવાળાનું ઠેકાણું નથી. - તમે ગૃહસ્થપણમાં છે ત્યાં સુધી વડિલની આજ્ઞામાં રહેવું તેમ નકકી કરે. તેમની છે છે આજ્ઞા ભગવાનની આજ્ઞાથી વિરોધી હોય તે માનવાની નહિ. તેમ જે ગુરુની આજ્ઞા છે ૪ ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ હોય તે તે ય માનવાની નહિ. આ માગ જે ચાલતે છે. રહ્યો હોત તે જે બગાડો થયો છે તે ન થાત,
આપણે ત્યાં જયારે શ્રી સંઘની સત્તા ચાલતી ત્યારે જે નિહન પાક્યા તેને શ્રી છે સંઘ બહાર મૂકયા. નિહૂનો કેવા હોંશિયાર હતા. માત્ર એકાદ વચનમાં વાધ આવ્યો ! કે એકાદ વાત પકડાઈ ગઈ તેથી ખોટા માર્ગે ચાલ્યા. સમજાવવાની કોશિશ પણ કરી છે અને ન સમજયા તે રવાના કરવા પડયા. ત્યારે તે શ્રાવકે પણ સારા હતા, પરીક્ષા કરનારા જ હતા. એક નિહનવ મત એવો હતો કે-આમાને માત્ર પ્રદેશ રૂપ માને તે એક શ્રાવકે છે તે મતના અનુયાયિને લાડવાનો એક કણી વહેરાવ્યું. તે તે કહે કે મારી મશ્કરી 8 કરે છે. ત્યારે શ્રાવકે કહ્યું કે તમારા જ સિદ્ધાન્તનું પાલન કરું છું. તે રીતના પણ છે પુરૂષાર્થ કરી તેવાઓને શ્રાવકે તે લોકોને સુધાર્યા છે.
પ્રશ્ન-નિહાન સમજી ગયા તે અત્યારનાને સમજાવવા કેમ કઠન છે. -
ઉ.-શ્રાવક એવા જોઈએ કે-સાધુને મને ખુબ સાધુ માટે પ્રાણ પણ આપે. પણ છે સાધુ જે આજ્ઞાથી વિપરીત ચાલે તે તેમને સમજાવવા મહેનત કર્યા વિના રહે નહિ.
પ્રશ્ન-ભણવું પડે ને? આ ઉ–શ્રાવકે અભણ હોય ! ભણવાની રૂચિ વગરના હોય!
આજે જે ભણવાની રૂચિ વગરના પાકયા તે નામના શ્રાવકે રહ્યા છે. અને છે છે કેટલાક તેવા સાધુઓને આપણે શું કામ કહીએ.” એમ કરીને પણ તેવા શ્રાવકે જ છે
સાધુઓને બગાડે છે. ખરાબ સાધુઓ જીવી શકે છે તે આવા શ્રાવકોના પ્રતાપે. ગોળખેળ સરખા માને, આપણે તે સાધુ વેષ પુજનીક, બધા સારા-તેવું માનનારા ધર્મ { પામે પણ નહિ અને સારી રીતે ધર્મ કરે પણ નહિ. તે પછી આરાધી શકે શી રીતે ?
આજના શ્રાવક વર્ગમાંથી મોટે ભાગે તત્વજ્ઞાન નાશ પામ્યું છે, ક્રિયાનું જ્ઞાન નાશ - પામ્યું છે, ક્રિયાનાં સૂત્રો પણ ઘણુને આવડતાં નથી. સૂત્ર ભણેલા પણ ઘણા અશુદ્ધ બેસે છે.