Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૨
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પુદ્ગલના વર્તના-પરિણામ આદિ રૂપ જે પર્યાયો છે. તે જ કાલ છે. અર્થાત્ કાલ એ છઠ્ઠું
સ્વતંત્ર દ્રવ્ય નથી. જીવ-પુગલોના પર્યાય સ્વરૂપ કાલ છે. તે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને કાળને ઉપચરિત દ્રવ્ય કહ્યું છે. બીજી વિચારધારા એવી પ્રવર્તે છે કે જ્યોતિષચક્રના ચાર પ્રમાણે જણાતું અઢીદ્વીપવ્યાપી કાલ એ છઠ્ઠું સ્વતંત્ર દ્રવ્ય છે અને કાલને દ્રવ્ય માનીએ તો જ છ દ્રવ્યો છે. આવું પરમાત્માનું વચન યથાર્થ થાય. જ્યારે દિગંબરાસ્નાયમાં લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાલાણું છે. જે ડબ્બામાં ભરેલા રેતીના દાણાતુલ્ય છે. પરસ્પર પિંડીભાવ પામતા નથી. તેથી સ્કંધ બનતો નથી માટે કાલાસ્તિકાય કહેવાતો નથી.
એક પરમાણુ એક પ્રદેશથી બીજા પ્રદેશ જાય તેમાં સમય જણાવવામાં આ કાલાણ સહાયક છે. આવી માન્યતા દિગંબરસંપ્રદાયની છે ત્યારબાદ તે ઢાળમાં દિગંબરમતનું નિરસન કરેલ છે તથા જીવ-પુદ્ગલ દ્રવ્યોનું વર્ણન કરીને આ ઢાળ પૂર્ણ કરેલ છે.
અગિયારમી ઢાળમાં - છએ દ્રવ્યોના ગુણ અને સ્વભાવોનું વર્ણન છે. “અસ્તિત્વાદિ' ૧૦ સામાન્ય ગુણો છે. અને જ્ઞાન-દર્શનાદિ ૧૬ વિશેષગુણો છે. છએ દ્રવ્યોમાં જે વર્તે તે સામાન્યગુણ અને અમુક-અમુક દ્રવ્યોમાં જે વર્તે તે વિશેષ ગુણ કહેવાય છે. આ સર્વે ગુણોનું વર્ણન આ ઢાળમાં છે.
તથા “અસ્તિસ્વભાવ' આદિ ૧૧ સામાન્ય સ્વભાવ છે. અને “ચેતનતા' આદિ ૧૦ વિશેષ સ્વભાવો છે. તેમાંથી ૧૧ સામાન્યસ્વભાવોનું વર્ણન આ ઢાળમાં છે અને વિશેષ સ્વભાવોનું વર્ણન ૧૨મી ઢાળમાં છે અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધ ધર્મ-ધર્મભાવની પ્રધાનતાએ સ્વભાવો કહેવાય છે અને તેને જ ઈતરપદાર્થોથી વ્યાવર્તકપણાને આશ્રયી ગુણો કહેવાય છે. પરમાર્થે બન્ને જાદા નથી. તથા ચેતનતા-અચેતનતા અને મૂર્તતા-અમૂર્તતા સામાન્યગુણમાં પણ છે અને વિશેષગુણમાં પણ છે. ચેતનતાગુણ સર્વે જીવદ્રવ્યોમાં છે માટે સામાન્ય અને જીવમાં જ છે, પુદ્ગલાદિમાં નથી માટે વિશેષ. આમ અચેતનતા આદિમાં પણ સમજવું.
તથા “અસ્તિસ્વભાવ” આદિ ૧૧ સામાન્ય સ્વભાવોમાં એકએક સ્વભાવ ન માનીએ તો શું દોષ આવે? તે સમજાવીને અગિયારે સ્વભાવ છએ દ્રવ્યોમાં માનવા જરૂરી છે. આ વાત આ ઢાળમાં સિદ્ધ કરી છે.
બારમી ઢાળમાં -
====== ૧૦ વિશેષ સ્વભાવોનું વર્ણન છે. ચેતનતા આદિ આ ૧૦ વિશેષ સ્વભાવો જો ન માનીએ તો શું દોષ આવે ? તે પણ એક એક સ્વભાવ આશ્રયી આ ઢાળમાં જણાવ્યું છે તેથી ૧૦ વિશેષસ્વભાવો માનવા જરૂરી સમજાવ્યા છે. આમ ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યોમાં ૧૬/૧૬ સ્વભાવો છે. જીવ-પુદ્ગલમાં ૨૧ ૨૧ સ્વભાવો છે અને કાળમાં ૧૫ સ્વભાવ છે.